Posted by: Bagewafa | જાન્યુઆરી 10, 2008
ગઝલ-શું બને?_મુહમ્મદઅલી વફા
શું બને?_મુહમ્મદઅલી વફા
સપનો તણા મોતી થકી તો હાર શું બને?
વિખરાયલા સ્મિતો તણો તો પ્યાર શું બને?
જો વેદના ઉભરે નહીં ,ઉપચાર શું બને?
એવું કદી જો ના બને વ્યહવાર શું બને?
આંખો મહીં ના હોય જો ઇશ્ક તણું અંજન,
દિલના દરદ માં પ્રેમનો શણગાર શું બને
લોખંડ સમ હાથો અહીં ઘેરી વળે મને,
આ કેશના ઘેરાવથી તો દાર શું બને?
નમરૂદનો અગ્નિ મહલ ઊભો તુ કર હવે,
આ પ્રેમની અગ્નિ થકી તો નાર શું બને?
એછે પ્રખર ઇચ્છા નિહાળું આંખથી હવે,
કલ્પન તણાં અવશેષથી દીદાર શું બને?
તુજ પ્રેમના ઉપવન મહીં ભૂલો પડું ‘વફા’
આ ફુરસદ ભરી યાદથી બીમાર શું બને?
(10જનુઆરી2008 એક ઉર્દુ રચનાનો અનુવાદ)
દાર=ફાંસીનો માંચડો
નાર= પ્રચંડ અગ્નિ
નમરૂદ= અલ્લાહના પ્યારા નબી હજરત ઈબ્રાહીમ (અલૈ.)ના સમયનો
ઘાતકી બાદશાહ,જેણે હ.ઈબ્રાહીમ અલૈ.ના એકેશ્વરવાદનાં સંદેશનો વિરોધ કરી,હ.ઈબ્રાહીમ(અલૈ.)માટે એક જંગી આગનો પહાડ તૈયાર કરાવ્યો.જેના ઉપરથી ઉડનાર પક્ષી પણ શેકાયને આગમાં બળી જાય એવી પ્રચંડ આગ.હ.ઈબ્રાહીમ(અલૈ.)એ આગમાં ગોફણથી ફેંકવમાં આવ્યા હતા.એ આગમાં હજરત ઈબ્રાહીમ(અલૈ.) 40 દિવસ શાંતિ થી રહ્યા.પમ કૃપાળુ પરમાત્માએ એ આગને પોતાના નબી ઈબ્રાહીમ માટે બાગ બનાવી દીધી.આ પ્રસંગ કુરઆન સહિત ઘણાં આકાશી પૂસ્તકોમાં વર્ણવાયો છે.
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, Gujarati Gazhal, poem | ટૅગ્સ: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
આંખો મહીં ના હોય જો ઇશ્ક તણું અંજન,
દિલના દરદ માં પ્રેમનો શણગાર શું બને.
સુંદર શેર
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
By: Chetan Chandulal Framewala on જાન્યુઆરી 15, 2008
at 12:09 પી એમ(pm)