Posted by: Bagewafa | ડિસેમ્બર 2, 2007

તડપે જરા_વફા

flower1.jpg

 તડપે જરા

આવે મઝા આ દરદમાં જો એ કદી તડપે જરા.
લાગેલ લીલા પાનની તે આગ પણ પ્રજરે જરા.

સાકી તમોને પર પિડનની રીત આ ક્યાંથી મળી
કો’ની છિપાઈ જાય તૃ,ષા ને કોઈ તરસે જરા.

આખી ધરા, આ ફૂલ ને ,હૈયા તણી કળિઓ બધી
ખીલી જશે જો પ્યારની આ વાદળી વર્ષે જરા.

પાયો હશે ખંજર ને પણ ખૂશ્બુ તણો કૈં કેફ તર
તેથી જુઓ આ ઘાવ પણ દર રોજનો મ્હેકે જરા

ઝઘડો પછી ક્યંથી શમે આ રાત દિનની વાતનો ?
જો ચાંદ સૂરજ તારલાની ટોળકી ભડકે જરા.

આ હોલવાતા દીપની કેવી હશે એ વેદના
આવે નહી કોઈ, અને આ દ્વાર પણ ખખડે જરા.

ફૂલો કરે છે મરસિયા ખંડેરના બાગો મહી
સુના સમયની ડાળ પર કોયલ હવે ટહુકે જરા.

આ કાપ તો થોડોજ છે આખી છરી કયાં છે ફરી
તેથીજ તો જોને ‘વફા’ આ ઘાયલ તડપે જરા.

૧૧ઓગષ્ટ૨૦૦૫

Advertisements

Responses

  1. I really enjoyed your ghazal, particularly the sheir
    ” Aa holwata deep ni kevi hashe vedna,
    Aave nahi(n) koi ane aa dwar pan khakhde jara”

    How beautiful.

    Also, I am glad to see that you have accepted Dr. Dinesh O. Shah’s advice and presented a number of selections with the idea of tolerance towards eachother. Keep up the good work.

  2. Vafa Saheb,
    Your gazal is really nice……Send us some of your more gazals
    Vadhare na TADPAVO

  3. sundar gazal! aa sher shirmor laagyo:

    પાયો હશે ખંજર ને પણ ખૂશ્બુ તણો કૈં કેફ તર
    તેથી જુઓ આ ઘાવ પણ દર રોજનો મ્હેકે જરા

  4. વફા સાહેબ,

    આપની ગઝલોનો લ્હાવો નિયમિત લંઉ છું. હરેક ગઝલ હ્ર્દયસ્પર્શી છે.

    આ હોલવાતા દીપની કેવી હશે એ વેદના
    આવે નહી કોઈ, અને આ દ્વાર પણ ખખડે જરા.

    અને
    આ પનખરના પાનની કેવી હશે એ વેદના
    આક્રંદ કોઈ સૂણે નહી આંસું હવે ઝરપે જરા

  5. Dear Wafasaheb,

    I found originality and novelty in your gazals that I have not seen anywhere to the same extent! I congratulate you for your gifted, innovative poetry. Please keep on writing such poems!

    Can you direct this creativity against man’s violence and intolerance that we see globally under the name of religion, political philosophy or intolerance? The voice of humanity is too weak compared to the shouts of hatred, anger, frustrations and fanaticism in the world today! Best luck in your efforts !

    Dinesh O. Shah

  6. આવે મઝા આ દરદમાં જો એ કદી તડપે જરા.
    લાગેલ લીલા પાનની તે આગ પણ પ્રજરે જરા.

    પાયો હશે ખંજર ને પણ ખૂશ્બુ તણો કૈં કેફ તર
    તેથી જુઓ આ ઘાવ પણ દર રોજનો મ્હેકે જરા

    આ હોલવાતા દીપની કેવી હશે એ વેદના
    આવે નહી કોઈ, અને આ દ્વાર પણ ખખડે જરા.

    ક્ય બાત હૈ વફાસાહેબ…

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા


શ્રેણીઓ