Posted by: Bagewafa | નવેમ્બર 19, 2007

ગઝલ: બેનકાબ પી_ મુહમ્મદઅલી વફા

     watefall.jpg    

બેનકાબ પી_ મુહમ્મદઅલી વફા   

 ઈમાનનાં પૂષ્પો થકી જીવંત શબાબ પી.
તૌહીદનો લે જામ ને બેહદ શરાબપી

સાકી અમે છીએં પછી પરદો અમારો શો
પી મન મુકીને તું અને થઈ બેનકાબ પી.

સાગર થકી બે ચાર ટીપાં ની વિસાત શી
પીલે ભરી ને જામ ને બસ બે હિસાબ પી.

આ ક્ષોભ છે શાને હવે દાવત મધુર જયાં
છોડી તમામ ભયને પ્રિયે લાજવાબ પી.

મોસમ સુહાની છે અને મસ્તી વસંતની
ટપકે ન હોઠો થી જરા સંભાળી ગુલાબ પી.

પીલે મધુરો રસ ભરીને જામ હૈયાં તણા
છે હાથ તારામાં હકીકત નો ખવાબ પી.

જોને ભરી દીધી અમે દિલથી વફા સુરા
ભરને હવે તું આંખમાં દિલનો જવાબ પી.

(“ઈસ્માઈલી”_2જીફેબ્રુઆરી૧૯૬૮)

   

 

Advertisements

શ્રેણીઓ