Posted by: Bagewafa | નવેમ્બર 13, 2007

હલચલ મચાવી જા _ વફા

b_boat3.jpg 

હલચલ મચાવી જા

હવાની જેમ આવીને જરા હલચલ મચાવી જા.
હજી દિલનો દીપક સળગી રહ્યોછે એ બુઝાવીજા

બધા શોધે કણે કણમાં અને હું દિલ મહીં શોધું,
કદી તારા ચહેરાની અઝલ રંગત બતાવી જા.

વિષાદોના સફરમાંથી દરદનું એક ભાથુ લઇ,
જીવનની યાતનાઓને બધા મર્મો ગણાવી જા.

જીવનનાં સાણસાઓમાં ફસાયેલું કબૂતર છે,
બને તો આભ ચીરવાનો ખરો રસ્તો બતાવીજા.

તને પણ જો કટોરો એ મળે ગમ નહીં કરતો,
અરે એ ઝેર છે કાતિલ છતાં યે ગટગટાવી જા.

હવે આ કાગઝી ગુલની રમત છોડને સહચર,
જરા આંખો ચુરાવીજા દરદ ભીનાં સજાવીજા.

હલેસાંમાં બચેલાછે ફકત બે હાથનાં દાંડા,
મળે જો કોઇ તૂટી હોડકી આવી જણાવીજા.

ભલે દીવાલ થઇ ઊભો જમાનો રાહમાં તારી,
હવાની જેમ બસ છાનાં ઉડન નું પર બનાવીજા.

ભટકતી આંખને દેખાય છે તરણાં બધા ડુંગર,
વફા એ ભ્રમ ની દ્રષ્ટિ તણો પરદો હટાવી જા.

પર=પાંખ
(13નવે.2007)

Advertisements

Responses

  1. સુંદર ગઝલ વફા સાહેબ.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  2. ઘણો આભર શ્રી સુરેશ ભાઇ!
    વાંકદેખાપણું જેવું કશું નથી,આપે મિત્ર ભાવે જે ભૂલ બતાવી તે માટે ઘણો આભારી છું.જરૂરી સુધારો કરી લીધો છે._વફા

  3. મારા વાંકદેખાપણા માટે માફ કરશો.

  4. બહુ જ સરસ ગઝલ છે. ગમી ગઈ.
    જિવન , કબુતર, ચિરવું – આ ત્રણે શબ્દોની જોડણીમાં ભુલ છે.

  5. વિષય શ્રધ્ધા તણો એ છે,જરા ચાખી જુઓ એને,
    કદી શંકર બની જાશો કદી કંકર બની જાશો.
    _વફા

  6. તને પણ જો કટોરો એ મળે ગમ નહીં કરતો,
    અરે એ ઝેર છે કાતિલ છતાં યે ગટગટાવી જા.

    Aa to Zer piva ni Salah aapechhe—Get me another Shayer who can tell me how to turn poison in to Nectar–


શ્રેણીઓ