અળખામણાં._મોહંમદઅલી’વફા’
ફૂલપણ કેવાં અહીં ખીલી ગયા અળખામણાં.
બાગબાં થાશે હવે તારા જરા પરખામણા.
સ્વજનોનો સાથ છે મૂકી જશે કબરો સુધી,
તાંકશે ભીંતો પછી વંસાય જાશે બારણા.
હોય થોડી આદ્રતા એને જરા નીચવી જુઓ
ગુલશનોની માંગમાં થોડા અમીના છાંટણાં.
હોઠ પર થી પીગળી ડુસ્કું રડીને શાંત છે,
નયનમાં તૂટી ગયા થોડાં સ્મરણ સંભારણા.
સ્વસ્થ એવો જીવપણ એકાંતમાં હાલી ઉઠે,
સ્મરણોનાં તોરણો લાવે બધા સંતામણા.
લઇ લો’વફા’ કંઇ દો ‘વફા’એતો પ્રણયની રીતછે.
શું’વફા’એનો હિસાબો શું હોય એના તારણાં.
(1ડીસે.2004)
સુંદર રચના..
By: નીરજ on સપ્ટેમ્બર 19, 2007
at 4:22 એ એમ (am)