Posted by: Bagewafa | સપ્ટેમ્બર 7, 2007

અછાંદસ _ મુહમ્મદઅલી વફા

darknight.jpg

અછાંદસ _ મોહંમદઅલી’વફા’

 1. અનિંદ્રાના ગાઢ જંગલમાં
  આંખોની બન્ને પાંપણોનું મિલન
  શક્યતાના બાહુપાશથી છટકી ગયું
  અને આંખોની બખોલો
  ખુલ્લી રહી
  પછી એ ખુલી આંખોમાં
  તારા નિંદ્રાધિન આંખોના સ્વપ્નોનાં
  સર્પો ફરી વળ્યા.

********

sunset.jpg

કડવાહટના તીણા નહોરો
કેટલા લાંબા થઇ ગયા
સૂર્યની લાંબી ડોકમાં ખૂંપી ગયા
અને ઉંડા ઉઝરડાઓ પાડી
દિન ભર લોહી ની નહર વહાવી
લોકો એને પ્રકાશ સમજી
ધોકો ખાઇ બેઠા
જયારે એ રક્ત થીજી ,સુકાઇ
કાળું પડી ગયું
અંધારાના સર્પો આ ધરાને ગળી ગયા.


શ્રેણીઓ

%d bloggers like this: