મળતો નથી _ મોહંમદઅલી ‘વફા’
તૂટી ગયેલા તાર ને લય પણ કદી મળતો નથી.
આકાશ થી સાચો સિતારો કોઇ દિન ખરતો નથી.
ફરતો રહે બદલી દિશા એ આગનો ડુંગર બની,
ઢળતી રહે છે ચાંદની સૂરજ કદી ઢળતો નથી.
ભીંતો તણા પોલાણમાં છાનું રડે છે મૌન પણ,
વરસો થયાં આ ઘર મહી કો માનવી જડતો નથી.
બે ઇંટના વચ્ચે રહી ઊભી કરી દીવાલ મેં,
આ થાંભલા નો રંગ જુઓ એ મને ગણતો નથી.
તૂટી ગયાં છે કેટલાં સપના અમારા દિલ તણાં
તો પણ‘વફા’ધીરજ જુઓ હું આહ પણ ભરતો નથી.
(4સપ્ટે.2007)
Ganda ne gami te vaani
Foolde pai paaNee
By: saifu on સપ્ટેમ્બર 5, 2007
at 12:25 એ એમ (am)