Posted by: Bagewafa | ઓગસ્ટ 17, 2007

રોશન બની ગઈ_ ’વફા’

stone-of-hurdle2.jpg 

મહેફિલો રોશન બની ગઈ

સહરાતણી વેરાનીઓ ગુલશન બની ગઇ.
કાજળ ભરેલી રાત પણ રોશન બની ગઇ.

આવ્યો હતો કાસદ લઈ ને ખબર એની,
અસ્તિત્વની ત્યાં વાંસળી ધડકન બની ગઇ.

કેવી હશે એ સાધના તે દીપની પ્રખર ,
એકજ કિરણથી મહેફિલો રોશન બની ગઇ.

જોકે મધૂરી ચાલ એ લાગી ઉભય બેને,
કિન્તુ સમયની ખીંટી ઉપર ઉલ્ઝન બની ગઇ.

એકે કિરણ પણ ના મળ્યું એપણ મુકદ્દરછે,
જોકે તમારી રાત તો રોશન બની ગઇ.

વાતો હતી કંઇ કેટલી કહેવા મિલન ટાણે,
શબ્દોતણી સહુ ડાળખી દુશમન બની ગઇ.

તોડી અમે જયાં શ્રુંખલા અવરોધની ‘વફા,
કેડી નવી હાથો ઉપર બંધન બની ગઇ.

(26-4-1968 નવસારી)


શ્રેણીઓ

%d bloggers like this: