Posted by: Bagewafa | ઓગસ્ટ 13, 2007

ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીનું એક વધુ બહુમાન!

 

adilimage.jpg


ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીનું એક વધુ બહુમાન!
પ્રથમ એમની સુંદરગઝલ માણી લઈ એ.
તમશાઓ_ આદિલ મનસૂરી.
ગઝલ

જિંદગી તો ફકત બહાનું છે.
એને કરવા હતા તમાશાઓ.

એવો દિવસ ખુદા ન દેખાડે,
તારે કરવા પડે ખુલસાઓ.

ઝૂલ્ફ કંઈ એમ ગુંચવાઇ છે,
જાણે મારીજ ભાગ્ય રેખાઓ.

તારા પાલવનું આસમાન બન્યું,
મારા આંસુ બન્યા સિતારાઓ.

રણનો વર્તાવ જોઈ લાગે છે,
ઝાંઝવા પી ન જાય પ્યાસાઓ.

ચાલ ‘આદિલ’ હવે તો ઘર ની બહાર,
રાહ જોઈ રહ્યા છે રસ્તાઓ.

પચાસ વર્ષની લાંબી સર્જન યાત્રામાં એક વધુ સન્માનથી પુરસ્કૃત થયા ન્યુ જર્સી સ્થિત ગઝલકાર જનાબ આદિલ મન્સૂરી. તે અવોર્ડ છે ” Life time acheivement awrd”.અનેક વર્ષોથી અમેરિકા કેનેડા તથા ભારતમાં અનેકવિધ ક્ષેત્રે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ પ્રસાવનર જાણીતી સંસ્થા (એફમી) અમેરિકન ફેડેરેશન ઓફ મુસ્લિમ ઓફ ઈન્ડિયાનાઉપક્રમે ,ન્યુ જર્સી સ્થિત ઊર્દુ,ગુજરાતી નાં જાણીતા ગઝલકાર, નાટ્યકાર,કેલીગ્રાફર,આદિલ મન્સૂરી ની અર્ધી સદીની તેમની સર્જન યાત્રા ના સંદર્ભે ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ, એવોર્ડ માતે પસંદગી થઈ છે.તા.1લી સપ્ટેંબર 2007ના રોજ ટોરન્ટો,કેનેડામાં યોજાનાર (અએફમી) ના વાર્ષિક અધિવેશન માં ભારતથી ખાસ આમંતત્રિત અતિથિવિશેષ ,દિલ્હી હાઈ કોર્ટના નિવૃત ન્યાયાધિશ અને ભારતમાં મુસ્લિમોની સામાજિક ,આર્થિક અને શૈક્ષણિક બાબતોના અભ્યાસ માટે ભારતના વડાપ્રધાન દ્વારા નિમાયેલી ઉચ્ચ સ્તરિય સમિતિના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર સાચરના વરદ હસ્તે જનાબ આદિલ મનસૂરીને આ એવોર્ડ ઈનાયત કરાશે.

આ અવસરે એફમી_ યુ.એસ .એ. ના ટ્રસ્ટી ડૉ.અબ્દુર્રેહમાન નાકેદાર ,ટોરંટો ચેપ્ટરનાં પ્રમુખ જ.હુસેન અહમદ ભાયાત,સમાજના વિવિધ આગેવાનો,બ્રિટન ના કવિઓ અદમ ટંકારવી, અહમા ગુલ, બેદાર લાજપુરી, ટોરન્ટોના કવિઓ જ.આબિદ ઑકડિયા, જ.મોહંમદઅલી’વફા’,શૈલેશ દેસાઈ,નીતા દવે,બિસ્મિલ મંસૂરી વિ. ખાસ ઉપસ્થિત રહેશે. આ પહેલા તેઓ શ્રી ને ” કાકા કાલેલકર પારિતોષીક” (1970), “ગીતાંજલી એવોર્ડ” બર્મીંગહમ (1993), “સ્મૃતિ ગૌરવ એવોર્ડ” પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા (1995) , “કલાપી એવોર્ડ”ઇંડીયન નાટ્ય થીયેટર (INT) તરફથી(2001), “ગુજરાત ગૌરવ પુરસ્કાર”ઊર્દુ સાહિત્ય અકાદમી-ગાંધીનગર (2004).”શિકાગો આર્ટ સર્કલ એવોર્ડ” શિકાગો (2006) અને ઇંડીયન મુસ્લિમ વેલફેર સોસાયટી,બાટલી (2007) જેવા એવોર્ડ થી નવાજીત થયેલા છે.આ સ6દર્ભે અન્ય ઊર્દુ _ગુજરાતી મુશાયરાઓનું ભરચક આયોજન થઇ રહ્યું છે.

તેમનો સંપર્ક 201-868-6991 ; email address adil@mansuri.com

જનાબ આદિલ મનસૂરી સાહેબના આગમન ટાણે ઉર્દુ ,ગુજરાતી કાર્યક્ર્મો ની સૂચિ નીચે મુજબ છે.

1.Zulfi TV Interview with Adil Thursday August 30.– 2.30 pm
2. Urdu Writer’s Forum : Urdu bethak with Bedar Bakht. Friday August
31st.
3. AFMI’s Program Saturday. September 1st(7.00P.M.To12.00P.M.)
4. Zulfi’s Residence- Urdu bethak Sunday September 2nd
5. Gujarati Mushayaro – Church of St. Columbus Hall Monday September
3rd
( 3 to 7 pm )

For Enquiry pl.contact:
Abedin Okadia (416)465-2944(Home),(416)463-62979(Office)

Adiil Mansuri Phone no.:201-868_6991
E_mail: adil@mansuri.com

American Federation of Muslims of Indian Origin (AFMI) – Canada
AFMI Canada is a grass root organization that provides services to alleviate poverty and economic disparity through empowerment of marginalized people including but not limited to Indian Origin. Annual Dinner (Raise awareness and funds for education and economic upliftment of marginalized people) Saturday, September 1, 2007 At 7:00 P.M Keynote speakerJustice (Retired) Rajinder Sachar He led the Prime Minister’s High Level Committee on Socio-Economic and Educational Status of Muslims in India. The Sachar Committee report was widely hailed as landmark, as it presented a true picture of the Indian Muslims’ pathetic socio-economic and education. Joined by other Speakers and Dignitaries At Taj Banquet Hall4619 Steeles Avenue West, North York, ON M9L 1X2 Dinner

Ticket – $ 25 For further information please contact: Husain Bhayat( President) – 905-568-0571 Mohammed Afroze (Director) – 647-989-5330 Laik Ali Khan (Joint Event Coordinator) – 416-722-0691


Responses

  1. ચાલ ‘આદિલ’ હવે તો ઘર ની બહાર,
    રાહ જોઈ રહ્યા છે રસ્તાઓ.

    -જનાબને ખૂબ ખૂબ મુબારક… ગુજરાતી સાહિત્ય પર એમનો આશીર્વાદ સદાકાળ વરસતો રહે એ જ અપેક્ષા…


શ્રેણીઓ

%d bloggers like this: