Posted by: Bagewafa | ઓગસ્ટ 2, 2007

નીકળે_મોહંમદઅલી’વફા’

ma_wafa__mw_0012.jpg

નીકળે_મોહંમદઅલી’વફા’

ગઝલ

નજરમાંથી તીખી નજર નીકળે.
જરા મીંચો આંખો ખબર નીકળે.

ગયા જામી ધુમ્મસ ઘણી યાદના
સુરજને જો કાપો નગર નીકળે.

કદી શબ્દો ની ટોળકી માં સર્યો,
જરાજો ચીરો મૌન અધર નીકળે.

કદી માંગો એકે ઝલક ના મળે,
કદી એ તો કારણ વગર નીકળે.

વધેરી જુઓ રાતની આંખને
પછી લોહી વ્હેતી સહર નીકળે.

જખમની આ પટ્ટી ને ખોલો કદી
સળગતું ભડકતું શહર નીકળે.

હૃદયને જો ચીરો તો મળશે’વફા’
ધરા ને જો ખોડો કબર નીકળે..
(26નવે.2004)

<

Advertisements

Responses

  1. હૃદયની બારીને કરીદો ખુલી,
    પછી જોજો ગઝલની કદર નીકળે

  2. ચવાયેલ શબ્દો વિષયની વિષમતા
    હવે એવી ગઝલોથી અસર નીકળે?

  3. કવિતાનું ભુત જોને વળગી ગયું છે,
    હવે ‘સૈફ’ એ ન ઉમરભર નીકળે.


શ્રેણીઓ