શબ ગૃહમાં વહેંચણી***નિદા ફાઝલી
બધીજ લાશો
બધીજ અંખો_મારા જેવી
બધા પગો_ તારા જેવા
બધી બાળ લાશો_બાળકો જેવી
બધી વૃધ લાશો _વૃધ્ધો જેવી
બધાજ મ્રુત દેહો
નિ:શબ્દ હતા
પણ શબ ઘરની ચારો તરફ ઘોંઘાટ હતો
જિંદગીના વ્યાપારીઓનો
મોતના સોદાગરોનો
બંડી પહેરેલાઓ
ચોટ્લી વાળા(વાળીઓ)માં
દાઢી વાળાઓ માં
ડૂંટી ના નીચેની
નગ્ન ઝાડીઓમાં
જિંદગીને કેવી રીતી
ટૂકડાઓમાં વહંચવામાં આવી રહી હતી
મોત ની પણ જાત અને ધર્મોમા
વહેચણી થઈ રહી છે.
કોણ કોનુ? કોના કેટલા?
દુ:ખ તો દુખ:જ કહેવાય
શું કેસરિયું ને શું લીલું
મારા માતમ માટે
ત્યાં જે કોઇ પણ હતા
મણસો હતા એ
તૂટયું ફૂટ્યું
મારું હિંદુસ્તાન હતું એ
(શહર મેરે સાથ ચલે તો-પાન નં. 107)
અનુ.વફા
આપના પ્રતિભાવ