Posted by: Bagewafa | જુલાઇ 13, 2007

સાંભળું_મોહંમદઅલી’વફા’

સાંભળું

હોઠે મઢેલા શબ્દને મયમાં સાંભળું.
હું આપના આવાઝને લય માં સાંભળું.

બોદી બધીયે ફોજ યારી ની છે અહીં
જેવું કદ જેનું રહ્યું એ કદમાં સાંભળું.

રસ્તા ઉપરછે એમની છળ ની દુકાન
ત્યાંથી લઇને મૌન હું મનમાં સાંભળું

યાદો તણી મજલિસ કદી હૈયું કોતરે
આ આંખના વિષાદ ને દિલ માં સાંભળું.

માહોલછે બાજારનો નાતુજ રિસામણું
હું બધા ઘૉંઘાટને એક પળમાં સાંભળું.

લાવીદઉં કયાંથી ’વફા’ તૂટેલ આયનો
વાગી રહી છે રજકણો પગમાં સાંભળું

_મોહંમદઅલી’વફા’(13જુલાઈ007)

Advertisements

Responses

  1. Nice Gazal. Particularly third & forth shares are too good. Keep it up.


શ્રેણીઓ