દવા થઇ ગઇ છે_ મોહંમદઅલી’વફા’
દરદ ની ઘડીઓ દવા થઇ ગઇ છે.
બધી શાંત રાતો સભા થઇ ગઇ છે.
બધા શબ્દ આવી ગળામાં રૂંધાયા,
હવે ખામોશી પણ સદા થઇ ગઇ છે.
હવે સ્મિત ને પણ જરા રોકી લેજો
અતાઓ તમારી વ્યથા થઇ ગઇ છે.
સપન સોન વર્ણા ને ઈચ્છાનાં મહેલો
બધી કલ્પનાઓ હવા થઇ ગઇ છે.
ધરા પર તમોને હવે ક્યાં નડીશ હું
ધરાની નીચે કંઈ જગા થઇ ગઇ છે.
તમારો આ પાલવ હવે ક્યાંથી છૂટે
ઘણા બે વફા થી ‘વફા’ થઇ ગઇ છે.
__મોહંમદઅલી’વફા’
દરદ ની ઘડીઓ દવા થઇ ગઇ છે.
કદી શાંત રાતો સભા થઇ ગઇ છે.
બધાશબ્દ આવી ગળામાં રૂંધાયા,
હવે ખામોશી પણ સદા થઇ ગઇ છે.
ઓહ! કેટલું દર્દ ધૂંટાયું છે તમારા શબ્દોમાં…!
સલામ છે તમને.
સુનીલ શાહ.
By: sunil shah on જૂન 11, 2007
at 7:17 પી એમ(pm)
સપન સોન વર્ણા ને ઈચ્છાનાં મહેલો
બધી કલ્પનાઓ હવા થઇ ગઇ છે.
ધરા પર તમોને હવે ક્યાં નડીશ હું
ધરાની નીચે કંઈ જગા થઇ ગઇ છે.
Ati sundar rachana
By: gdesai on જૂન 11, 2007
at 7:47 એ એમ (am)