Posted by: Bagewafa | જૂન 5, 2007

ગઝલ:ફૂલ પણ સુંઘ્યા વગર_મુહમ્મદઅલી’વફા’

ફૂલ પણ સુંઘ્યા વગર_મુહમ્મદઅલી’વફા’

ચાલ્યો ગયો એ બાગથી કો ફૂલ પણ સુંઘ્યા વગર.
છોડી ગયો એ મયકદા મય ને જરા પીધા વગર

સાકી સુરાલયનો અદબ લેજે જરાતું જાળવી.
કોઈ શરાબી જાયના આ દ્વાર થી ઝૂમ્યા વગર.

એનો છતાં વિશ્વાસ હું કરતો રહું છું રાત દિન,
ભીની સમયની રેત એ સરકી જશે કહ્યા વગર.

એતો ભિખારી અવનવો નિશ્ચિત સમયે આવશે,
જાશે નહીં એ દ્વારથી આ પ્રાણને લીધા વગર.

કરવી નથી ફરિયાદ તારા દેણની આજે ‘વાફા’
કોઈ ખુશી દેતો નથી થોડાં દરદ દીધા વગર.

 


Responses

  1. બહુ જ ભાવવાહી રચના છે. ક્યાંથી આવે છે આ શબ્દો, સમજાતું નથી. કવીતા એ એક અમુલ્ય ખજાનો છે. કેવી સભરતા ઉભી કરી દે છે. સલામ !

  2. બહુ જ સરસ ગઝલ . બહુ જ ગમી.
    કરવી નથી ફરિયાદ તારા દેણની આજે ‘વફા’
    કોઈ ખુશી દેતો નથી થોડાં દરદ દીધા વગર.

    માશાલ્લા….


શ્રેણીઓ

%d bloggers like this: