બહાનું થશે_મોહંમદ અલી’વફા’
(ગઝલ)
એક મરવાનું કંઈક બહાનું થશે.
હાશ રડવાનું કંઈક બહાનું થશે.
ઝાડ લીલાં જંગલ મહીં સળગી જશે
ડાળ ઘસવાનું કંઈક બહાનું થશે.
આપણે જો ભટકી જશું વગડા મહીં
રોજ મળવાનું કંઈક બહાનું થશે.
ક્રમ એ તારો રોજનો તું ડૂબશે
સાંજ ઢળવાનું કંઈક બહાનું થશે.
આદત વગર પણ હું જરાચાખી લઈશ
જામ ભરવાનું કંઈક બહાનું થશે.
તડપતો રહેવાનો ;વફા’એ યાદમાં
દર્દ વધવાનું કંઈક બહાનું થશે.
_મોહંમદ અલી’વફા’
આપના પ્રતિભાવ