Posted by: Bagewafa | મે 7, 2007

ઈંન્સાન થવું છે___મોહંમદઅલી’વફા’

ઈંન્સાન થવું છે

કંગાળ દિલના છે ઘણા ધનવાન થવું છે.
ચહેરા ફરે છે કેટલા ઈંન્સાન થવું છે.

થોડી જગા બસ જોઇએં તારા હૃદય મહીં
બે ચાર દિન જે કંઈ મળે મહેમાન થવું છે.

ના ઓળખે મુજને કોઈ એની નહીં પરવા
હું ઓળખું તુજને પછી અનજાન થવું છે.

ફેલાય જાવું છે બધે ખૂશ્બુનો સ્વાંગ લઈ
બેસી હવા ની કાંધ પર વેરાન થવું છે.

પેરીસહો,લંડન ભલા ટોરંટોની ગલી યાર
જોને ‘વફા’આ દિલને હિંદુસ્તાન થવું છે.

___મોહંમદઅલી’વફા’


Responses

  1. ફેલાઈ જાવું છે બધે ખૂશ્બુનો સ્વાંગ લઈ
    બેસી હવા ની કાંધ પર વેરાન થવું છે.

    vaah wafa-saaheb!


શ્રેણીઓ