છત્રી વગર પણ જરા તો નીકળી જુઓ
સુકી ભટ જાતને પણ ભીંજવી જુઓ.
મરોડો ક્યાં તમે કળિયો તણું યૌવન?
તમારા સ્વાસમાં ખૂશ્બુ નીચવી જુઓ.
બને એવું તમારી આંખ સળગે જરા
કદી પાલવ અશ્રુથી ભીંજવી જુઓ.
તમારા નામ વિણ તો હોય શુંપ્યારું?
અમારી આંખ પર કંઈક કોતરી જુઓ.
નથી કહેતો પ્રેમમાં ધોકો નથી હોતો
કદી આવો કોક દિ’તો છેતરી જુઓ.
‘વફા’મોટા કદમથી ચાલવા લાગ્યો
હવે માપ સર એને વેતરી જુઓ.
__મોહંમદઅલી’વફા’(22એપ્રીલ2007)
આપના પ્રતિભાવ