Posted by: Bagewafa | એપ્રિલ 11, 2007

ગામ તરફ._મોહમ્મદઅલી’વફા’

ગામ તરફ

kabrastan.jpg

બધાયે રસ્તા જાય છે એ ગામ તરફ.
મરણના ઘાટ તરફ, કબરના ધામ તરફ.

અમે રહ્યા તારા નહીં પરવશ સાકી,
અમે નાંખી દ્રષ્ટિ નથી તુજ જામ તરફ.

રહી સુન્નતે નબવી સલામતી ની દૂઆ
ઉઠે આ હાથ એથીજ સતત સલામ તરફ.

શરીફોનાં કાળા કરમ નિરખે ક્યાં કોઇ
ઉઠે છે સહુ ની આંગળી બદનામ તરફ

‘વફા’ બીજા શબ્દો હવે વદવા કયાંથી
લગાવ્યું દિલ જ્યાં સતત તારા નામ તરફ

Advertisements

શ્રેણીઓ