Posted by: Bagewafa | માર્ચ 20, 2007

અછાંદસ:તુ મારુ નામ પુછ્યા નકર…..મોહસીન નકવી

mountain1.jpg 

તુ મારુ નામ પુછ્યા નકર…..મોહસીન નકવી

તુ મારું નામ પૂછ્યા નકર ?

હુંતારા અસ્તિત્વનો હિસ્સો છું.

હું તારી કલ્પનાંમાં સમાવિષ્ટ છું
.
હું તારી નિન્દ્રાની એક વાર્તાછું .

હું તારા સ્વપનની તાબીર છું.

હું તારી યાદનો ટૂકડો છું.

હુ તારા સ્વાચ્છોસ્વાસ નો એક ઝોંકો છું.

તુ એક ભૂમિકા છે ,હુંએક પાશ્ચાદ ભૂમિકાછું.

હું એક ક્ષણ છું,હું એક સંવેદના છું.

સંવેદનાનું કોઇ નામ નથી હોતું.

તુ મને મારુંનામ પૂછ્યા નકર.

_મોહસીન નકવીની નીઅછાંદસ રચનાનો ઉર્દુ માથી અનુવાદ_વફા.


શ્રેણીઓ

%d bloggers like this: