Posted by: Bagewafa | માર્ચ 13, 2007

લખવાના અભરખા_મોહમ્મદઅલી’વફા”

 

 

આ વાર્તા,કવિતા,શેરો શાયરી લખવાના પણ અજીબો ગરીબ અભરખાઓ હોયછે.પોતાની જિઁદગીમાઁ કોઇની એક પાઇ પણ ચોરી ન હોય એવા માણસો આખી ને આખી નવલકથા,કવિતા સંગહો,નિબન્ધો,જીવન ચરિત્ર ઊઠાવી જતા  હોય છે.હુઁ અંગત રીતે ડો.વિવક ટેલર સાહેબ ને બિરદાવુઁ છુઁ કે આ અનિષ્ટ પરત્વે તરતજ ધ્યાન દોર્યુઁ.ચોરી કરીને પૈસાદાર થઈ જવાતુઁ હશે,પણ કવિ કે સાહિત્યકાર કેમ થવાય?અહીઁ કોઇનો બચાવ કે કટૂ ટિપ્પણી નો પ્રશ્ન નથી.આપણી સાહિત્યિક સજ્જતા અને સર્જકતા અને જાણકારીનો પણ પ્રશ્નન છે.પોસ્ટ ઓફિસ   વાર્તા માઁ શ્રી ધૂમકેતુ એ કવિવર ગુરૂ રવિન્દ્રનાથ ની કાબુલીવાલાનો, લાગણી તંતુ તો ઉઠાવ્યો. (શ્રી સુરેશ જોશી પાસે ધૂમકેતુ નીશ્રેષ્ઠ વાર્તા; ભણેલાઓને એમની આ વાત યાદ હશે.)પરંતુ એના બીજને બિલકુલ પોતાની આગવી લાગણી શૈલી માઁ સજાવ્યો.Plagiarising ને ચોકખી ચોરી નો ફર્ક સમજવા જેવો છે.આ ચર્ચા પુસ્તક્નો આકાર લઈ શકે.આખાને આખા વાક્યો કોટ કે સઁદર્ભ આપવા વગર ઉપાડી લેવા એ સર્જક બનવાના ઉતાવળા અભરખાછે.કીડી ના કોડિયારાની જેમ  વ્યક્તિગત સમજણ વગર બ્લોગીઁગની ઘેલછાનુઁ સીધુઁ પરિણામ. ભાઈ શ્રી શૂન્ય પાલંનપુરી  1965 ની આસ પાસ મુઁબઈ સમાચારમાઁ સાહિત્ય વિભાગ સઁભાળતા હતા ,એવુઁ કઁઇ યાદ પડે છે.તે સમયે શાયરોની કડકા બાલુસી ગઁભીર.અરે ફિલ્મી દુનિયામાઁ પણ 5055સુધી વાર્તાકારો,શાયરોને મુનશી કહેવાતા.કોઇ ખાસ ઈઝ્ઝત નહીઁ.આ ઇઝ્ઝત શ્રીગુલશન નઁદાએ અપાવી(એક મત પ્રમાણે).ઉર્દુના મશહૂર શાયર મીરાજી ( ગુજરાત મા વસવાટ કરી ગયા હતા.રિવાયત:આદિલ મનસુરી સાહેબ)ને એક ડાયરેકટરે એડવાંસમા રૂપિયા500.00 એક ફિલમ માઁ ગીતો લખવા માટે આપ્યા.(જીતે થે જિસકે લિયે, વો જેબેમેઁ આયા)મીરાજી મુઁબઈ ના કોઇ પીઠામાઁ બેસીને ખુબ ઢીઁચતા રહ્યા.અંતે એમની લાશ રાત્રે ત્યાઁથી કાઢેલી.ભાઈ શ્રીશૂન્ય પાલનપુરી એ( એ ધુઁવાદાર શાયરને તરન્નુમથી કે સીધી રીતે સઁભળવો એક લ્હાવો હતો.) મુશાયરાની કામિયાબી માટે,શૂન્ય અને ઘાયલ આ બે નામ કાફી ગણાતા હતા.ગુજરાતીના ગાલિબ અને મારા અતિ(અને ઘણાના)પ્રિય શાયરમરીઝસહેબ નુઁ એક સાહિત્યક ભોપાળુઁ ખોલી નાઁખ્યુઁ.એક ભાઈને આખોને આખો દિવાન  પીઠામાઁ બેસી લખી આપ્યો.શાયર થવાની લાલસાએ ઘણા લોકો લુઁટાઈ ગયા છે.ઉર્દુના એક બહુ ઉઁચી કોટિના શાયરને, ગરીબીએ કોળી ખાધેલ..અમારાકઠોરના મુરબ્બી ,શાયર,સીરતી સાહેબની જેમ.સીરતી સાહેબ જેવા બર્માના માલેતુજાર માણસે બાપીકો ધઁધો કઠોર આવી અપનાવી લીધો.દાતરડુઁ હાથમા લઈ પોતાની ખેતી કરી(ઈમાનદારી અને દયાનત દારી સાથે).એ, એહશાન દાનિશે લાહોર માઁ મજદૂરી કરી જિવન વિતાવતા..મુશાયરાના મધ્યાઁતરે આવતા.કપડાઁ લઘરવઘર હોય.,.હાથમા ઘડો હોય.એ વગાડતા સ્ટેજ પર આવી આખો મુશાયરો લૂટી.જતા.માલદાર ઘરના છોકરાઓ એમની પાછળ પાગલ.તે લોકોનેય શાયર બનવાના અભરખા.એહસાન દાનિશ.એમને સેકંડ હેંડ ગઝલો લખી આપતા.અને તે મુર્ખો ખુશ થતા.ગુજરાતી સાહિત્યમા વિશાળ વાઁચનની સામગ્રી છે.એવાઁચવા વગર ઈ-નેટ સાક્ષર બનવાના અભરખા ડૂબાડી દે તો નાવાઈ નહીઁ.મારા 1964 થ1972ના ભારતના વસવાટ દર્મિયાન ,જ્યારે લખવાનો અભરખો જાગ્યો તો. નામાઁકિત પિઁગળ શાત્રિયો ઉસ્તાદોનો રાબ્તો કાયમ કર્યો.તેમની ઉસ્તાદી સ્વીકારી.જેમાઁ મુખ્યત્વે શ્રી મસ્ત.હબીબ(સારોદી)મર્હુમ,આચાર્ય.મસ્ત મંગેરા (તંત્રી વહોરા સમાચાર_સુરત),ગુજરાતી ભાષાના પ્રથમ મુશાયેરામા પોતાની યુવાન વયે ઠાઠ ભેર ભાગ લઈ ગુજરાતી ભાષાનુઁ રાષ્ટ્ર ગીત સઁભળાવનાર જ.નિસાર શેખ શેખ ચલ્લી(આ મુશાયેરો 1931 માઁ રાઁદેરમા  અરબી,ઉર્દુ,ફારસી ગુજરાતીના મહાના વિદ્વાન ના ઘર પર થયેલો),જ,બેકાર સાહેબ મર્હુમ વિ.હતા.ત્યારે મુશયેરાઓ તરહી થતા. શાયરની ખરેખર કસોટી થતી.આવા એક તરહી મુશાયેરાની ઐતિહાસિક વિગત મેઁ બઝમેવફમાઁ મસ્ત મુશાયેરા હેડીઁગ હેઠળ આપી છે.હવે તો બ્લોગરોને કોઇ બઁધન નથી એવુઁ મનાય છે.વિવેચનકાર અને  બધા વિવેચકો પાસે શાયદ ઈ-નેટની સુવિધાઓ ઉપલબ્ધ નથી.મુઁબઈ થી ઈસ્માઈલી ભાઈઓનુઁ એક પાક્ષિક ઈસ્માઈલી(તંત્રી શ્રી હસનઅલી નામાવટી)નીકળતુઁ હતુઁ.હજી પણ હશે.સહિયારા સર્જનની જ્યમ કલમી મુશાયરો ચલાવતા.એક મિસરો આપતા.બહેર નક્કી કરો અને એજ રદીફ લઈ એજ કાફિયા ની સમાનતા વાળા કાફિયા લઈ ,ગઝલ લખો.હુઁ યે વારે તહેવારે લખતો.એક વાર રીડ ગુજરાતીમાઁ થયુઁ એનાથી ભયઁકર પ્રસંગ બન્યો.એકજ ગઝલ સામ સામે પાને  છપાયેલી. પરઁતુ શાયરો અલગ.ચોરીની કોઇ હદ હોય ?(બ્રિટન માઁ વસતા મારા મુરબ્બી મિત્ર ગુજરાતીના પ્રખર શાયર જ.ડો.અદમ ટઁકારવી સાહેબ ને આ વાત પુછી જોજો.)બ્લોગરો કવિ ,લેખક બની ગયા છે કવિ ,.લેખકોને બ્લોગીઁગ ટૂલ હાથ લાગ્યુઁ છ?આ સવાલ પુછાય ચુક્યો છે.ઘટના વિહીન વાર્તા ની જેમ  છઁદ વિહીન કવિતા સર્જી શ્કાય એ સ્વીકારાય ચુક્યુઁ છે.પણ તેને ફકત  અછાંદસજ કહેવાશે.બઝમે વફામા એના અનૂદિત અને મૂળ ભાષામાઁ લખાયેલા ઘણાઁ નમુના અપાયાછે.ઢઁગ ઢડા વગર ના લખાણોની  હોસલા અફઝાઈ કોણ કરી શ્કે?મદારીના બધા કસબો પર તાળી પાડનાર અબૂધ બાળની જેમ,આવી વાહિયાત રચનાઓ ને ગઝલ,મુકતક,મુસદ્દ્સ કે મસ્નવી,સોનેટ કે અન્ય અરબી,ગુજરાતી છન્દો માઁ ખપાવનારી જમાત વિચારે.કોઇ પણ શાસ્ત્ર એના તજગ્ન પાઁસે શીખવા વગર આવડતુ નથી.અરબીના 71 છઁદો અને ગુજરાતીના વિપુલ છઁદોમાથી કઁઈ પણ નથી શીખવુઁ?કોયલિયાઁબાગોમે બોલે એવુઁ કોઇ બોલ્યો તો એના મિત્રે પૂછ્યુઁ એ શુઁ? કહ્યુઁ શાયરી.પેલા મશ્ખરાએ જવાબ આપ્યુમોયલિયાઁ માગોમેઁ મોલેએવુઁ કહી કહ્યુઁ કે આને માયરી કહેવાય છે.ઘણી મશ્હુર પઁક્તિ:  શાયરી આતી નહીઁ ઔર  શાયરી કરને લગે                     ઘાસ ઉસકો સમજ કર  સબ ગધે ચરને લગે. ઉગતા કવિ સર્જકોનના ઉત્તેજનનુઁ શુઁ ? ખુબ વાઁચે.જેટલી ભાષા જાણતો હોય એમાઁ વાઁચેગુજરાતી,હિઁદી,ઉર્દુ,અંગ્રેજીમાઁજાણકારોને પુછી પુછીને વાઁચે.ત્યાઁથી એમને ઉત્તેજન નુઁ ભાથુઁ મળી રહેશે.  અમારા શિક્ષક શ્રી સુરેશ જોષીની એક વાત ,જે એમણે કાવ્ય ચર્ચા માઁ લખી છે તેની સાથે પોરો..માર તરફથી: સર્જ્કો વાઁચતા શીખો,પછી લખતા શીખો.,બાગે વફામાઁ છઁદો વિશે લખાણ પણ જોવાની તસ્દી લઈ શકાતી હોય તો જરૂર લેજો.શ્રી જુગલકિશોર સાહેબે  પણ શાણી વાણી..માઁ સુઁદર સમજુતિઓ આપી રહ્યા છે.છઁદો શીખવાના ઘણા પુસ્ત્કો  પુસ્ત્કાલયો અને પુસ્ત્ક વિક્રેતાને ત્યામ પ્રાપ્ય છે.ધૂળ ખાય છે. ચાલોને બે પૈસા એની પાછળ પણ ખર્ચી લઈએઁ 

કાવ્યચર્ચા:-ડો.સુરેશ હ.જોષી.સર્જક દ્રૈપાયન બનીને પોતાની ચેતનાને નિર્લેપ રાખી શકે નહીઁ.એની પહેલાની પાંચ કે પાંચસો કે પાઁચ હજાર  વર્ષ પહેલાના સર્જોકોની સર્જન પ્રક્રિયા સાથે એ પોતાને સંકળાયેલો જુએછે.એ સમસ્તનો એ વારસો ભોગવેછે.પણ એ વારસો ભોગવવાની એની શકિત અને રીતિ એની સર્જક તરીકેની વિશિષ્તા અને મર્યાદાને છ્તી કરેછે.એલિયટ ને મતે કવિ કેવી રીતે આ વારસો ભોગવેછે,પોતાની કૃતિમા બીજાની સામગ્રી કેવી રીતે ઉછીની લઈને વાપરે છે એ પણ એના કવિત્વની એક મહત્વની કસોટી છે.કાચા કવિઓ નરી અનુક્રુતિ કરી છુટે છે,પાકા કવિઓ ખૂબીથી ચોરેછે, કુકવિઓ જે ઉછીનુ લે છે,તેને વિકૃત કરી મુકેછે, અને સુકવિઓ જે ઉછીનુ લેછે તેમાથી એથી વધુ સારી ,અથવા વધુ સારી નહીઁ તો કઁઈક વિશિષ્ટ સ્વરુપની,કૃતિ નુ નિર્માણ કરેછે.                                                             (કાવ્યચર્ચા). ડોકિયુ. શહેનશાહ અકબરને ફનુને લતીફા (લલિત કળા,સાહિત્ય) સાથે સુઁદર લગાવ હતો.આખા ભારત વર્ષ કે ઈરાન, મધ્ય એશિયામાઁથી કલાકારો આવતા.પોતાનો કસબ બતાવી ઈનામો હાસિલ કરતા.પરઁતુ શાયરીના વિષયમાઁ કોઈનો કક્કો ખરો નહીઁ પડતો.અકબરના દરબારમાઁ એક મક્કાર શાયર હતો.એ કોઇનો ગજ વાગવા દે નહીઁ.એની યાદ શક્તિ અદભુત હતી.કોઇ કવિતા એક વાર સાઁભળીલે કે એને કંઠષ્ટ થઇ જાય.એનો દ્સ બાર વરસનો છોકરો તે બે વાર સાઁભરેકે તેને પણ આખી રચના યાદ રહી જાય.એની મક્કારીને તોડવા એક એના થી સવાયો મક્કાર ઈરાની શાયર દરબારમાઁ આવ્યો.પોતાનુઁ કલામ સઁભળાવવાની ઈજાઝત માઁગી.શેરવાની નાઁ ખિસ્સાઓમાઁ હાથ નાઁખી રચના શોધવાનો ઢોઁગ કર્યો.પછી અરજ કરી કે જહાઁપનાહ રચના ખોવાઇ ગૈ છે.જેટલુઁ યાદ હોય એ વદુઁ.ગઝલના પુરા શેર માઁથી એક એક મિસરો અધુરો બોલતો.ન અકબરને કે પેલા દરબારી શાયર અને તેના પુત્રને ખબર પડી કે શુઁ કહેવાય રહ્યુઁ છે.પછી પેલા ઈરાની શાયરે દરબારી શાયરને પૂછ્યુઁ કે હજુર વાલા કહીઁ યે આપકી નિગારશાત તો નહીઁ? દરબારી શાયર બોલી પડયો કહીઁ ઐસી વાહિયાત બાત હમ બાદશાહ સલમત કો પેશ કર શકતેઁ હૈઁ?ઈરાની શાયરે પલ્ટી મારી અને શેરવાનીના અઁદરના ખીસ્સમાઁ હાથ નાખી કાગળ કાઢ્યો.હજૂર મિલ ગયી , હજૂર મિલ ગયી ,કહીને પઠન કર્યુઁ .દરબારી શાયરને એનો પુત્ર જોતાઁ રહી ગયાઁ અને , પેલો નવ આઁગતુક રાજાનુઁ ઈનામ લઈ સીધાવી ગયો..  


શ્રેણીઓ

%d bloggers like this: