Posted by: Bagewafa | માર્ચ 8, 2007

ગઝલ:મહેદી રચેલા હાથને**મુહમ્મદઅલી વફા

 

 

મહેદી રચેલા હાથને**મુહમ્મદઅલી વફા

કંઇ ને કંઇ તો હવે ખોવાનું રોજ છે
સચવાય જો દ્રષ્ટિ નહીં રોવાનું રોજ છે.

આ મગરની સાથે કરે કોણ દુશમની હવે
પાણી નગર માં મીન ને રહેવાનું રોજ છે.

પાનખર નિરખી એક દમ તો ક્યાઁ ડર્યા તમે
આ સબંધ તો ડાળીઓ.ને જોવાનું રોજ છે.

ફરિયાદ એની કંઇ નથી સાગર મળ્યો નહીં
તલ્ખી ભરીને જામ તો પીવાનું રોજ છે.

માળી તુ એને ગાંઠથી બાંધી નહીં શકે
આ ફૂલ ને તો પાંદડી થઇ ખરવાનું રોજ છે.

એતો સમયની રેત છે મુઠ્ઠી ના ખોલ તુ
મહેદી રચેલા હાથને બળવાનું રોજ છે.

બે ચાર વાતોમાં વફાફરિયાદ કંઇ હશે
નહીંતો જિવનનાં ચીઠરાં ધોવાનું રોજ છે.

 

 

Advertisements

Responses

  1. kesurbhai Rathava moti amarol pavi jetpur


શ્રેણીઓ