Posted by: Bagewafa | માર્ચ 6, 2007

છંદ અને આપણા ગુજરાતી બ્લોગો _ મુહમ્મદઅલી વફા

છંદ અને આપણા ગુજરાતી બ્લોગો _ મુહમ્મદઅલી વફા

અરબી અને ગુજરાતી ભાષા માઁ ઘણા છં દો સામ્ય ધરાવે છે.એ સુખદ આશ્ચર્ય છે.છં દ અને બહેર ,વજન હોવા છતાઁ બ્લોગર કવિ મિત્રો,એની સદઁતર અવગણના કરી કેમ લખેછે?આવો પ્રશ્ન પૂછવાનો સમય પાકી ગયોછે.પ્રથમ છં દો આવ્યા કે કવિતા આવી? એ પ્રથમ મરઘી કે ઈઁડુ એવો સવાલ છે,અછાંદસ એ કવિતાનો એક સુઁદર પ્રકાર છે. પણ છં દ વગર લખાયલી રચના ને ગઝલ,મુકતક કે નઝમ,સોનેટ,મઁદાક્રાઁતા,ભુજઁગી,સોમરાજી,શશી કે દોઢક ,ઇઁદ્ર વજા છં દ માઁ લખેલી રચના કહી કેમ શકાય ?.અછાંદસ_ અછાંદસ છે. એને બીજુઁ કોઈ નામ આપી નશકાય..અછાંદસ લખવા માટે વધુ ત્રેવડ,સજ્જતાઅને સભાનતાની જરૂરત હોયછે. લાઘવ,ઈશારા કિનાયા, રૂપકો,અલઁકારો ઉપમાઓ અને તિરોધાનની બ્રુહદ સભાનતા હોવી જરૂરી છે.જો આવુઁ ન હોય તો અછાંદસ એક ખબરપત્રીએ તૈયાર કરેલો અહેવાલ બની જાય.. અરબી છં દોમાઁ લખનારા માટે પણ લાલ બત્તી છે.સજ્જ્તાઅને ચિઁતન, મનન અને સુજ્ઞ વાઁચનની સામગ્રી ન હોય તો લાવણી અથવા તૂક બઁધી તૈયાર થઇ જાય.સુરેશ જોશી,ગુલામમોહમ્મદ શેખ, પ્રબોધ પારેખ, લાભશઁકર ઠક્કર,આદિલ મનસુરી,રમેશ પારેખ,મનોજ ખઁડેરિયા વિ.એ અછાંદસ ના વિશ્વ ને સુઁદર આભાઓ બખ્શી છે.આ ફકત ગુજરાતી પુરતી વાત થઈ છે.બંગાળી,ઉર્દુ,હિન્દી,અને યુરોપી ભાષાઓમાઁ તો પ્રચુર સર્જન એના પર થયુઁ છે.હા આપણે લખવાનુઁ શરુ કર્યુઁ એ સરસ વાત છે. પણ સાથે વાઁચવાનુઁ પણ ચાલુ રાખવુઁ જોઈએ.નહીઁ તો પ્રશ્ન પૂછાશે કે બ્લોગરો લેખક કે કવિ થઇ ગયા છે, કે લેખકો અને કવિઓ એ બ્લોગ(વેબ) શરૂ કરીછે.?

મારા એક મિત્રે હમણા એક ધારદાર ટકોર કરેલી.ફેમીલી ડૉકટરના ફેમીલી દર્દીઓની જેમ ફેમીલી બ્લોગરોના ફેમીલી પ્રશઁસકોની એક જમાત તૈયાર થઇ રહી છે. હા! દાદ આપવા જેવી રચનાને પણ દાદ ન આપવી એ બૌધિક કંજુસી છે.પ્રીઁટેડ મીડિયા ના સાક્ષરો આ ભય થી સજાણ છે.વિવેચકો પણ આની નોઁધ લઈ રહ્યા છે. ઈંનફોરમેશન ટેકનોલોજીનો વધુને વધુ લાભ સાહિત્યકારોએ ઉઠાવવો જોઈએ.પણ ભયસ્થાનો ની જાણકારી સાથે..વાઁચન,ચિઁતન,મનનની આદત રહેશે તો આ છીપલાઁઓમાથી ઘણા મોતી પાકવાની સઁભાવનાઓ રહેલ છે. સમાન છં દો વિશે થોડી માહિતી આપવી હતી પરઁતુ ‘દાસ્તાને પારીના’ વહી આવી.
બક રહા હુઁ મેઁ જુનુમેઁ ન જાને કયા કયા કુછ ન સમજે ખુદા કરે કોઇ
અથવા
બક ગયા મે જુનુઁ મેઁ ન જાને કયા કયા કુછ તો સમજે ખુદા કરે કોઈ.
ગુજરાતી,અરબીછં દની જાણકારી માટે માટે નીચેનાUrlપર કલીક કરો.

https://arzewafa.wordpress.com/2007/03/18/samanchhand__wafa/
http://jkishorvyas.wordpress.com/2007/01/27/net-pingal-2/
http://bazmewafa.blogspot.com/2007/03/blog-post_04.html
ગુજરાતીમાઁ બ્લોગ પર કેવી રીતે લખવુઁ તે માટે જૂઓ:
http://layastaro.com/
દર્પણ:
દિલ્હીમાઁ આવેલી ચિતલી કબર ના વિસ્તારમાઁથી એક ફકીર જયારે પસાર થતો ત્યારે એક મિસરોગુન ગુનાવતો. “ઈસ લિયે દિલે બેતાબ કો તડપનેકી તમન્ના કમ હૈ”આખો શેર પુરો નહીઁ કરતો.ત્યાઁ ઉભેલા યુવાનોનુઁ ટોળુઁ એને પુછતુઁ કે’કીસ લિયે, કિસ લિયે? ‘ પણ એ ખામોશ રહેતો.નિરૂત્તર ચાલ્યો જતો.એક દિવસે યુવાનોએ એને ઘેરી લીધો. અને છોડ્યો નહીઁ. આજ બતાના પડેગા .કિસ લિયે? કિસલિયે?ફકીરે કઁટાળીને શેર પુરો કર્યો.
ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ
વુસઅતે દિલ હૈ બહુત વુસઅતે સહરા કમ હૈ”
_મોહમ્મદઅલી ‘વફા’(4માર્ચ2007) વુસઅત = પહોળાઈ(ઉઁડાણના સઁદર્ભ માઁ)


Responses

  1. ઉપર તમે …સમાન છંદો વિષે માહિતી આપવી હતી એમ જણાવ્યું છે; હું પૂછી શકું, જનાબ, ‘ કબ ? કબ ?’ ( નેકી ઓર પૂછ પૂછ ?) મિત્ર, આ કાર્યો તમે જે ચર્ચ્યાં તે ખરેખર હાથ પર લેવાની જરૂર છે જ. સવાલ એ કે ક્યારે અને એને માટે હોમવર્ક કરવા તૈયાર કેટલા ?
    આ બધા છંદોની આછી ઓળખ આપવાથી તમે શરુ કરો,પ્લીઝ !


શ્રેણીઓ

%d bloggers like this: