મારી સરળતાથી તમે ક્ષોભાય ગયાઁ છો, હુઁ શુઁ હતો એની ખચિત તમને ખબર નથી
નિરખી મને આજે તમે શરમાય ગયાઁ છો, મારા હૃદય કુઁજ પરજરા ખચિત નજર નથી
માઁગો નહીઁ પરિચય હવે , હુઁ ક્યાઁ કશુઁ પણ છુઁ,હુઁ તો રઝળતા કાફલાની એક ધૂળ છુઁ
મારા કવન થી તો તમે વહેમાય ગયાઁ છો, મારા જીવનના બાગમાઁ એની અસર નથી.
વહેઁ ચાયલા વ્યક્તિત્વનો લાદ્યો છે ભાર મે,બળતો રહ્યો હુઁ શિયાળા ની ઠઁડી બપોરમાઁ
શાને તમે આજે હવે રિસાય ગયાઁ છો, મારી સરળ આ લાગણીની કઁઇ કદર નથી.
દિલના ઝરૂખે આપનો દીપક બળતો રહ્યો,માણી હતી મે પ્રેમની ખૂશ્બુ તણી હવા
શાયદ વિચારો માઁ તમે ઘેરાય ગયાઁ છો,લાઁબી થઈ છે રાત શાયદ સહર નથી.
_મોહમ્મદઅલી ભૈડુ’વફા’(25ફેબ્રુ.2007)
(બેકાફિયા અને બે રદીફ વાળી પ્રાયોગિક ગઝલ)
આવી ગઝલ રચના પહેલી જ વાર વાંચી. ઘણું યાદ કર્યું , પણ કોઇ જાણીતી રચના આ પ્રકારની યાદ ન આવી. શબ્દો પણ બહુ જ સરસ છે.
By: સુરેશ જાની on ફેબ્રુવારી 28, 2007
at 7:34 એ એમ (am)