Posted by: Bagewafa | ડિસેમ્બર 26, 2006

સીરતી–મુહમ્મદઅલી વફા

અહમદ આકુજી સુરતી_સીરતી

 અહમદ આકુજી સુરતી_સીરતી
જન્મ:29ઓકટો.1908
ઈંતેકાલ: 28સપ્ટે.1980.

 ‘

56-,57નો જમાનો હશે.હઝલ સમ્રાટ જ.આઈ..ડી.બેકાર સાહેબે(મર્હુમ),પટેલ મિત્ર,કારવાઁ નો સફર પુરો કરી લોકો ને “ઈનસાન” બાનાવવાની શરુઆત કરી.ઈનસાન,સામયિક શરૂઁ કર્યુઁ .જનાબ ‘વહશી,માસ્તર તાજ સાહેબ,મ.બેબાક રાઁદેરી,શેખચલ્લી(મ.),જ.મસ્તહબીબ સારોદી, શ્રી રતિલાલ’અનિલ, વિ.હમેશા એમના સફરના સાથી રહ્યા.મુશાયેરો એ શબ્દ તો સાઁભળવામાઁ આવેલો,પરઁતુ પ્રથમ વખત બેકાર સાહેબની ટીમે’ મુશાયેરી’ શબ્દનો જન્મ આપ્યો.
આવી એક મુશાયેરી કે.આઇ.એમ.એ.વી.સ્કૂલ,મોટામિયાઁ માઁગરોલ જિ.સુરત માઁ ગોઠવવામાઁ
આવી(પછળથી 1969અને 1971માઁ આવી બે મુશાયેરીમાઁ હુઁ પણ શ્રીબેકારસા. સાથે ઊકાઈડેમ, ઊકાઈ, સોનગઢજિ.સુરતઅને મારા ગામ,લુવારા જિ.સુરત માઁ જોડાયેલો)
આચાર્ય શ્રી એમ.બી.દેસાઈ એ જાહેરાત કરી કે ગુ.શાયેરો(માઁડ બે) આવ્યા છે અને બપોરર્ની રીસેસ પછી મુશાયેરી નો પ્રોગ્રામ છે.
જ.સીરતી સાહેબને પ્રથમ વાર સ્કૂલના પટાઁગણમાઁ જોયા.દાઢી હજી કાળી હતી ,નહી તો ર.ટાગોર સમજી લેવાતે.
સીરતી સાહેબે એમનાઁ બુલઁદ અવાજ માઁ એમની રચના ‘મહોબ્બત ની મસ્તી નો એક જામ લઈલે’શરુ કરી.ત્યાઁ એક લતીફો થયો.મજકુર પઁકતિ ગાવામાઁ વારઁવાર આવતી હતી. ટ્રસ્ટીઓ માઁથી શ્રી યુસુફ ભાઈ પટેલે પટાવાળા ભાઈ હૈદર ને કહ્યુઁ કે સીરતી સાહેબનો જામ પાણીથી ભરી દે..હૈદર ભાઈ એ વારઁવાર જગ લઈ ,જ્યારે પણ સીરતી સાહેબ જામ ભરીદે બોલે એટલે ગ્લાસો ભરવાનુઁ શરુઁ કર્યુઁ. હસાહસનુઁ હુલ્લડ થયુઁ.
પછી 1967 કઠોર,જિ.સુરતના મુશાયેરામા એમની સાથે ભાગ લેવાનીયે તક મળી.
શ્રી રતિલાલ’અનિલ’ સાથે એમની ભારે બે તકલ્લુફી હતી.’અનિલ’ સા..એમને પાપાચારના આદિ વાલ્મિકી કહીને ચીડવતા.
શ્રી રતિલાલ.અનિલ ના શબ્દોમાઁ બીજી વાતો રોમાઁચિત કરી દે એવી છે ,હવે તે વાઁચો
અહીઁ એમના થોડા શેરો પર તઝમીનો રજુ કરવાનો ઉદ્દેશ છે.


*વફા
26ડીસે.2006

 
 
સફરના સાથી*રતિલલ ‘અનિલ’

 

 

 

આજે તો કેટલાક કવિઓએ પોતાની કવિતા ટેપ કરાવી છે. અને તેનુઁ વિતરણ પણ થાય છે. જેની જેવે પહોંચ!પણ અમારા સમયમાઁ તો એ દુર્લભ હતુઁ.ટેપ રેકર્ડીગની સગવડ હોત તો ઝવેરચન્દ મેઘાણીએ ગાયેલાઁ ગીતોની માત્ર એકાદ રેકોર્ડ હોય? એ અષાઢી કંઠ તો ટેપ કરવા જેવો હતો.
અહમદ આકુજી સુરતી-સીરતીની કવિતાના બે ભાગ પડતા હોવા જોઇએ.જો કે 1943માઁ એમના પરિચયમાઁ આવ્યો ત્યારથી છેવટ સુધી એમની ગઝલો એક પ્રકારની પરંપરિત શૈલીની ગંભીરજ રહી.
તે તેમની આગલી કવિતા પણ કદી સંભળાવતા નહીઁ એટલે એમની શરૂઆતની કવિતાથી હુઁ અપરિચિત છુઁ.પણ મેઁ જાણ્યુઁકે તે સમયે એક રેકર્ડ મોહનકુમાર ઊનવાલાની ગાયેલી બહુ જાણીતી હતી,તે મેઁ સાઁભળીયે હતી.* તે ગઝલ એમણે લખેલી હતી એ જાણ્યુઁ ત્યારે ભારે આશ્ચ્રર્ય થયુઁ !
અય હકીમો જાવ,
દુનિયામાઁ દવા મારી નથી,
હુઁ ઈશ્કનો બીમાર છુઁ
બીજી કઁઈ બીમારી નથી !
આ રેકર્ડ ત્યારે બહુ જાણીતી હતી.એ ગઝલ હતી’સીરતી’ની.
સીરતી બહુ ઉદાર અને ફક્કડ તબિયતના માણસ હતા. ખભે થેલો લટકાવી એ કઠોર થી નીકળી સુરત આવે ત્યારે સૌથી પહેલાઁ મિઠાઈ વાળાની દુકાને પહોઁચે,મિઠાઈ બઁધાવે,તે પછી અમીન આઝાદની દુકાને આવે.મિઠાઈનુઁ પડીકુઁ ખોલી, હોય તે સૌને કહે; ‘ખાઓ’ ! અને પોતે પણ ખાવા લાગે.પોતે સંકોચ ન કરે અને બીજાને સંકોચ પણ ન કરવા દે. દરેક વખત આજ શિરસ્તો. ઘેર જાય ત્યારે એમની પાસે હોય તે ઝોળી સિવાય ,તેમાઁ કોઇ ઉર્દુ સામયિક ઉમેરાયુઁ હોય બસ. સુરત આવીને એક તો મિઠાઇ વાળાની મુલાકાત લે, તે પછી સહિત્યિક ઉર્દુ સામયિકો મળતાઁ હોય ત્યાઁજાય અને નવા અઁકો ખરીદે. એવો એ સાહિત્ય રાગી જીવ. પાછલી જિઁદગીમાઁ ઈ.સ.1942 પછી એમની આર્થિક હાલત સારી ન હોતી. તે છતાઁ એમનો એ શોખ છેવટ સુધી ચાલુ રહ્યો.
તઁદુરસ્ત શરીર ,માથે વાંકડિયા ઝૂલ્ફાઁ ,દેખાવે પૂરા કવિ લાગે.કંઠ પણ સરસ પહાડી સાદનો,એ કવિતા ગાય ત્યારે સામે કોણ છે એ ભૂલી જાય,બસ પોતાની મસ્તીમામ ગઝલ ગાય,દાદ ની કોઈ પરવાહ નહીઁ,તેમજ અજઁપો યે નહીઁ.પુરો અલગારી સ્વભાવ.મુશાયેરામાઁ આવે ત્યારે એ એક આનઁદ પ્રવાસ હોય એ રીતે આવે. કવિતાની ગઁભીર ચર્ચામાઁ ઝુકાવે ખરા ,પણ તંતીલા નહીઁ.સસ્તી પ્રસિધ્ધિની ભારે નફરત,એવાઓની એ ટીકા પણ કરે.તાજી ઉર્દુ કવિતાના એ સઁપર્કમાઁ રહે અને તેમને ગમી ગયેલી કવિતા ગાઈને સંભળાવે, એ રીતે એમને પોતાની કવિતા કદી સઁભળાવી ન હોતી.ઉર્દુ ગઝલના માયાર_ધોરણની ચર્ચા કરે.
ભારે વિનોદી.ગઁભીર વાતો તો કરે પણ હળવી વાતો એમને વધારે પસઁદ.એ માણસ મૂળે હતાજ આનઁદી.!એમની ગઝલો સાહિત્યિક ધોરણની રહેતી.મુશાયેરાની ગઝલ કરતાઁ એમની સ્વતંત્ર ગઝલો વિશિષ્ટ રહેતી.એક અખઁદ ભાવસૂર ,પ્રાસંગિકતા એમને સ્પર્શે ગઝલને પ્રાસંગિકતાથી દૂર રાખે,એવી ગઝલની ટીકાયે કરે.એક સમયે ‘સીરતી’ની તો રંગુનની વોલસ્ટ્રીટ કહેવાતી’સુરતી બજાર’માઁ એક મિલ્કત અને દુકાન હતી એટલે એમની આર્થિક હાલત ઘણી સારી હતી.
બરમાના વિખ્યાત મોલમીનના લાકડાની બનેલી ‘સીરતી’ની વિશાળ હવેલી મેઁ જોઈ, ત્યારે એ કુટુઁબ બર્મા ખાતેની મિલ્કત, વેપાર અને આવક ગુમાવી બેઠેલુઁ હતુઁ.અને હવેલીની મરમ્મત માટે યે એમની પાઁસે કશી જોગવાઈ નહોતી.
એમની પાંસેથી શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈનાઁ સંસ્મરણો વારઁવાર સાંભળવા મળતા.કઠોર ગાયકવાડી કસબો હતુઁ.સ્વ.દેસાઈ સુબા તરીકે ત્યાઁ આવ્યા ત્યારે એમનો પરિચય કઠોરવાસીઓને થયેલો.કેટલાકનો પરિચય તો ગાઢ પણ થયેલો.
એક વારના એ સુખી માણસે પાછલી જિઁદગી ખેડૂત અને પશુપાલક તરીકે ગાળી.લહેરી,ખર્ચાળ સ્વભાવને કારણે હાથ ભીડમાઁ હોય તોયે પહાડમાઁ પાટુઁ મારે એવો એ મરદનો હાથ કદી ખર્ચના ભયે ખેઁચાયેલો રહ્યો નહીઁ.એક ‘ઈકબાલ ગ્રંથાવલિ ‘ચલાવતા. સીરતીને ખેતીની આવક સિવાય બીજી આવકતો ઉર્દુના ધાર્મિક સાહિત્યના અનુવાદોની. છેલ્લેતો તેઓ બીજાઓ દ્વારા ,બીજી સંસ્થાઓ દ્વારા ચાલતા સામયિકો આખા અનુવાદ કરી ભરી આપે! ઉર્દુ ભાષાનો અભ્યાસ અને શોખ એમને પાછલી જિન્દગીમાઁ સાઈડ આવક તરીકે ખપ લાગ્યો.એક ખેડૂત એક શાયર ,એક અદબી સાહિત્યકાર માણસ એવાઁ એમના અનેક રૂપ હતાઁ.કોઇ એક રૂપનો સામાજિકા રૂપનો આગ્રહ નહીઁ,જ્યારે જે કામ કરતા હોય તે રૂપ એમને મંજુર. !
લૂંગી અને કફનીમાઁ હાથમાઁ દાતરડુઁ લઈને સીમ કે ખેતરથી આવતા એ માણસને જૂઓ તો લાગે નહીઁ કે આ માણસ શાયર હશે.! બીજા વિશ્વયુધ્ધ પછીનો જીવનસંઘર્ષ એમને ખેતરોમાઁ અને ઘાસિયામાઁ લઈ ગયો. : એમની સઁવેદના કેવી જીવંત હતી તેનુઁ એક ઉદાહરણ : ખોડાઁ ઢોરોની સંસ્થાને ઘાસ પૂરુઁ પાડે.કહે કે સસ્તાઈ હતી ત્યારે ઢોર દીઠ ખર્ચ નક્કી કરેલો તેજ દર ખર્ચ આજે ચાલે છે.
ઢોર ભૂખ્યાઁ ન રહે તે સિવાય બીજુઁ શુઁ થાય ?એ મોજીલો અલગારી દેખાતો જીવ ‘વિચારશીલ’સઁવેદનશીલ પણ હતો. માત્ર કદી એને દેખાડો નહીઁ એટલુઁજ.વિચારે રાષ્ટ્રીય કટ્ટરતા જરાયે નહીઁ.
તેઓ તો ખિલાફત ચળવલના રંગે પણ રંગાયેલા હતા.અને સુખના દિવસો હતા ત્યારે એ જુવાન ખિલાફતચળવળનો સૈનિક પણ હતો. એ સમયની એમની છ્બી મૌલાના મોહઁમદઅલીના અનુયાયીની યાદ તાજી કરાવે એવી.
સુખના દિવસોમાઁ એ યુવાને ક.મા.મુન્શી,ધૂમકેતુ,મેઘાણી આદિ લોકોનુઁ સાહિત્ય વાઁચી નાઁખેલુઁ.ને ત્યારથી તે ઠેઠ એમના અવસાનના છેલ્લા તબક્કા સુધી ,એમની બર્મિઝ થેલી માઁથી એક-બે-અદબી મેગેઝીનો તો નીકળેજ.
પાકિસ્તાનમાઁ એક વાર ઈંડો-પાકિસ્તાની મુશાયેરો યોજાયેલો-તેમાઁ પણ એમને આમંત્રણ મળેલુઁ,અને તેમા ભાગ લીધેલો.
બહુ લાઁબુ શાયરજીવન, પણ એમનો એક કાવ્ય સંગ્રહ પ્રગટ થયો નહીઁ. કહેતા કે ,’મારા મર્યા પછી પ્રગટ કરવો હોય તો પ્રગટ કરજે!,કીર્તિનો લોભ નહીઁ તેમ સઁગ્રહવ્રુત્તિ પણ નહીઁ,ક્યાઁ ખેતી ,ક્યાઁ ઢોર પાલન,ક્યાઁ પુસ્તકોનો શોખ,કયાઁ ઈકબાલ ગ્રંથાવલિ,ક્યાઁ ‘કિતાબ’માસિકના એ સંચાલક ,કયાઁ ધાર્મિક માસિકોના લેખક, કેટલુઁ વિવિધરંગી એ જીવન હતુઁ.
આવો અલગારી માણસ ,માત્ર સ્મ્રુતિમાઁ જીવેછે.

22-11-1992

તઝ્મીન

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી
.હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી
*સીરતી

છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.
થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.
દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

તઝ્મીન:_સૈયદ ‘રાઝ’ નવસારવી.

કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાઁ ,‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.
*સીરતી

શાયરીમા સાથ ઊસુલો તણો છોડયો નહીઁ.
નેખુમારી ને ખુદીનો જામ પણ તોડયો નહીઁ.
જીઁદગીના ભવ્ય દર્પણ ને કદી ફોડયો નહીઁ

કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાઁ ‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.
તઝ્મીન: *વફા

 

 મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.

*સીરતી
 
 

 

 

હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.
બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.
તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે

મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.

તઝ્મીન:*વફા

એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ગઝલ

એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી.

.આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.

જીઁદગીના કાફલા લુઁટાયા તારા ગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી.

તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના,
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

_મુહમ્મદઅલી વફા

 ઈ સસ્તી કીર્તિ પાછળ ભલે ભમતુઁ ફરે,
’સીરતી’ની ભવ્યતાને એ કદી ભાવે નહીઁ


Responses

 1. “અય હકીમો જાવ,
  દુનિયામાઁ દવા મારી નથી,
  હુઁ ઈશ્કનો બીમાર છુઁ
  બીજી કઁઈ બીમારી નથી !”

  આ રેકર્ડ મારા પિતાજી પાસે હતી. પીન વાળા થાળી વાજા પર એ વખતે રેકર્ડો વાગતી. અમે નાના હતા ત્યારે શાયરીમાં કાંઇ ગતાગમ પડતી નહીં એટલે એ રેકર્ડ બહુ ન સાંભળતા. પણ આપે જણાવ્યું એટલે એ જમાનો યાદ આવી ગયો.
  આવી રીતે આપ વીતેલા જમાનાને યાદ કરો છો એ બહુ સારું લાગે છે.


શ્રેણીઓ