Posted by: Bagewafa | ડિસેમ્બર 4, 2006

શબ્દોનો ધામો કરવો છે._મોહમ્મદઅલી ’વફા”

શબ્દોનો ધામો કરવો છે****મોહમ્મદઅલી ’વફા”



ડુઁગરાઓ જરા ઘેરાય ,વળો મારે વિસામો કરવો છે.
ઘટાઓ ને અહીઁ રોકો જરા મારે વિરામો કરવો છે.

સુરજ કાપી વહેઁચો તો ખરા ઘર ગામ ગલીને મુલ્કોમાઁ,
નથી દેતો બધે ઓજસ જરા એને નકમો કરવો છે.

ઉડાવી છેદ દેવો છે સુરા સાકી ને આ મયકશ નો
બધાને જામ જે મળતો નથી તે જામ નકામો કરવો છે.

કહીદો ચૂપકીદી ને જરા દૂરવસે ખંડેરો પર,
અહીઁ ડુઁગર જંગલ પાષાણે શબ્દોનો ધામો કરવો છે.

’વફા,જંગલ , અનેવસ્તી, મહીઁ એનામ લઇને ઘૂમુઁ છુઁ,
નનામી આહ ભરવી છે ,અને બસ પ્યાર નનામો કરવો છે.


                                                                                      (18નવે.2004)
                                                 For more up dates pl.click

http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=5

Advertisements

શ્રેણીઓ