Posted by: Bagewafa | ઓક્ટોબર 27, 2006

ગઝલ:ધડકન બની ગઈ__મુહમ્મ્દઅલી વફા

ધડકન બની ગઈ__મુહમ્મ્દઅલી વફા

સહરા તણી વેરાનીઓ ગુલશન બની ગઈ.
કાજળ ભરેલી રાત પણ રોશન બની ગઈ

આવ્યુઁ ખબર આગમનની લઈને કોઇ જયાઁ,
અસ્તિત્વની ત્યાઁ વાંસળી ધડ્કન બની ગઈ
.
કેવી હશે એ સાધના તે દીપની પ્રખર,
એકજ કિરણથી મહેફિલો રોશન બની ગઈ
.
આશા મિલનની આપી તેઁ ખોટી ખરી ભલે,
એતો જ ઇંતેઝારની સમર્થન બની ગઈ

મળ્યુઁ નહીઁ એકે કિરણ અમનેજ ભાગ્યમા ,
જોકે તમરી રાત તો રોશન બની ગઈ.

તોડી અમે જ્યાઁ શ્રુઁખલા અવરોધની ‘વફા’
કેડી નવી ત્યાઁ રાહમાઁ બઁધન બનીગઈ

 

11જુલાઈ1968 (ઈસ્માઈલી)

Advertisements

શ્રેણીઓ