Posted by: Bagewafa | સપ્ટેમ્બર 12, 2006

યાદોના અબીલ ગુલાલ._ મુહમ્મદ અલી ભૈડુ’વફા’ .

યાદોના અબીલ ગુલાલ._ મુહમ્મદ અલી ભૈડુ’વફા’

કઈરીતના એ પામતે રૂપનો કમાલ્
આંખો બની ગઈ છે જુઓ દિલનો દલાલ.

એમા જવાબોની કોઈગુઁજાયેશ નથી
મહોબ્બત ના દરબારે કરોના સવાલ.

પાનખરમા પણ આ હ્ર્દય મસ્તીમા છે,
ઉડી રહયાઁ છે યાદોના અબીલ ગુલાલ. .

રસ્તો અમે તો રાતમા શોધી લીધો,
શ્રધ્ધાની જલતી રહી હૈયે મશાલ.

સૌઁદર્યની મહેકતી કળીઓ અસીમ
કેવો હશે સાચે ખુદા તારો જમાલ.

દામન ‘વફા, કઁઈ આપણો જ્તંગ હતો
ફૂલોતણી ઝોળી હતી કઁઈ બે મિસાલ.

_________મુહમ્મદઅલી ભૈડુ’વફા’

11સપ્ટે.2006
છન્દ:ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા
વધુ માટે કલીક કરો:

http://bazmewafa.blogspot.com/

http://sarjansahiyaaru.wordpress.com/


શ્રેણીઓ

%d bloggers like this: