Posted by: Bagewafa | સપ્ટેમ્બર 6, 2006

ન આપતુ. __મુહમ્મદઅલી ભૈડુ,વફા,

ન આપતુ.

ફાટી ગયેલા દામન તણો છેડો ન આપતુ.
સંભાવના નો પાંગળો ટેકો ન આપતુ.

ડૂબીરહેલા નુઁ તરણુઁ કયાઁ પડ્યુઁ હશે?
રસ્તો ગયો છુઁ વિસરી નકશો ન આપતુ

તૂટી ગયા સઘળાય ધીરજના પયમાના,
આ જામ એક તૂટેલ છે ગળતો ન આપતુ

પગલાઁ ઉગેલાઁ જયાઁ હતાઁ સર્પો ફરી વળ્યા
સૂરજ અમારી સુબહને ઢળતો ન આપતુ.

ઉજડી’વફા’ગૈ એ વસઁત હૈયા રમાડતી,
કંટક વધ્યા છે શેષમા જખ્મો ન આપતુ.

___________મુહમ્મદઅલી ભૈડુ,વફા,
6 સપટે.2006

Advertisements

શ્રેણીઓ