Posted by: Bagewafa | જુલાઇ 15, 2006

તાજ -જવાબે તાજ

તાજ -જવાબે તાજ

તાજમહાલ


દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે

પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

શેખાદમ આબુવાલા

તાજમહલ

તાજ! ભારત વર્ષ નો તુ તાજ છે.
તારા થકી એની અમરતા આજ છે.

સૌંદર્ય સંગે મરમર મહીઁ મ્હેકી ગયું.
પાષાણુ પર મહોબ્બત નુઁ પણ રાજ છે.

નખશિખ ગઝલ પારસ મહીઁ પણ બને ,
ગાતારહો આ પ્યારનો આવાજ છે.

ડૂબી ગયો,હું પણ “વફા” એ રૂપમા
સૌંદર્ય તણી કેવી અજબ મેરાજ છે.

_ મુહમ્મદઅલી  વફા

પ્રથમ શેર જ.બેકાર સાહેબ મરહુમ નો છે.


શ્રેણીઓ

%d bloggers like this: