Posted by: Bagewafa | જૂન 10, 2006

ગઝલ:કોણ માનશે?2- મુહમ્મદઅલી વફા

કોણ માનશે?2- મુહમ્મદઅલી વફા

આશાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

વેરી અમારો પ્યાર હતો કોણ માનશે?
હૈયાના આર પાર હતો કોણ માનશે?

ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
માળીજ તોડનાર હતો કોણ માનશે?

પોતે બળી બળી બધે જ્યોતિ ધરી દીધી,
એ દીપ તળે અન્ધાર હતો કોણ માનશે?

કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ,
એ ડૂબવા લાચાર હતો કોણ માનશે?

ઝાકળના એનીઆંખ મા પૂર હતા “વફા”
ને એજ માર નાર હતો કોણ માનશે?

9જુન2006

મુસા(અ.સ.)=એક મહાન પયગંબર
ડૂબવાલાચાર=ફિરઓન


Responses

  1. ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
    માળીજ તોડનાર હતો કોણ માનશે?
    આ પંક્તિઓ ઘણી જ ગમી.

  2. ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
    માળીજ તોડનાર હતો કોણ માનશે?
    આ પંક્તિઓ ઘણી જ ગમી.


શ્રેણીઓ