હ્રદય મારુઁ દુ:ખી દિલની પુકારોથી પરિચિત છે.
પરિચિત છે બધી સઁધ્યા સવારોથી પરિચિત છે.
ચમનમાઁ કોકિલા ટહૂકી રહી માસુમ ભાવે પણ,
ખિઁઝાના રંગથી નાતો બહારોથી પરિચિત છે.
ખિઝાઁનો રંગ જોઈને નથી જે સારતા આંસુ,
ન જેનુ દિલ ચમનની આ બહરોથી પરિચિત છે.
અમે તો બે ફિકર થઈનેજ નૌકા છોડી સાગરમા,
કિનારાથી ન મૌજાનાઁ પ્રહારોથી પરિચિત છે.
ખરે તારીજ કુદરતને ન કો પ્રિચ્છી અઁહી શકયુઁ,
જમાનો એમતો જગમા હજારોથી પરિચિત છે.
હ્ર્દય આપી અમે જાણયુઁ અપેક્ષાઓ ન કઁઈ રાખી,
ન તો એ પ્યાર કે તારા પ્રહારોથી પરિચિત છે.
રહ્યાછે દૂર મારાથી “વફા” મિત્રો ઘણા એવા,
કે જે મુજથી નતો મારા વિચારોથી પરિચિત છે.
મોહમ્મદઅલી ભૈડુ”વફા”
(ઈનસાન જુલાઈ1967)
રહ્યાછે દૂર મારાથી “વફા” મિત્રો ઘણા એવા,
કે જે મુજથી નતો મારા વિચારોથી પરિચિત છે.
આખી ગઝલનો આક્રોશ દીલને હલાવી ગયો.
અમે તમારા વિચારોથી તો પરિચિત થતા જઇએ છીએ. હવે કદીક ડલાસ આવો તો તમારાથી પણ પરિચિત થઇએ !!
By: Suresh on જૂન 20, 2006
at 5:33 પી એમ(pm)