Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | April 5, 2008

બોદા બધા સિક્કા તણો_મોહમ્મદઅલી વફા

 

બોદા બધા સિક્કા તણો

બોદા બધા સિક્કા તણો રણકાર થઇ ગયો.
 ને કાગઝી પૂષ્પો સમો શણગાર થઇ ગયો

ખુદ્દાર જિવ આ કેટલો લાચાર થઇ ગયો,
દાદો કવિતરે ભીખવા તૈયાર થઇ ગયો,

ઉતરે સમજમાં કોઇને ક્યાં એક પણ મિસરો,
એ વાહ વાહે તૂટતો અવતાર થઇ ગયો .

તે કોકિલાને કોઇ સાંભરતું નથી હવે,
સહુ છાપરે કૌઆ નો હાહાકાર થઇ ગયો.

કો’ અસલિયત નો રંગ પણ ખપતો નથી હવે,
કૃતિમ ચહેરાનો બધે વ્યપાર થઇ ગયો.

એની તરસ બે ચાર બુંદો જેટલી હશે,
 ભમરો ગુલોને ચુંઠવા બેઝાર થઇ ગયો.

એતો શિકારી છે હવે નિર્બળ અભાગ નો
આ માનવીયે કેટલો ખુંખાર થઇ ગયો,

ખોલ પરછાઇ તણું પહેરીને ઉભાં તમે ,
આ ભર બપોરે રાતનો અંધાર થઇ ગયો.

રાખી બધી વાતો છુપી દિલ કોટડે તમે,
ને આંખની બારી થકી ઇઝહાર થઇ ગયો.

_મોહમ્મદઅલી વફા

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | April 4, 2008

દર્પણ તરડાયું નહીં_ મોહમ્મદઅલી વફા

દર્પણ તરડાયું નહીં

 

મળ્યું મને   કંઇ એટલું   કે હાથમાં   માયું નહીં.

એ તો દરદ  નું પોટલું    મુજથી વહેંચાયું નહીં.

 

આવી મને દીધી બધાએ કેટલી શાબાશ પણ

મારી તડપતી   વેદના નું વજન ઠેલાયું નહીં

 

આવી હવે એ જોઇ લો એ જામ આખા છે ભર્યા

કિસ્મત તણી રંગી અદા કે કાંઇ પીવાયું નહીં.

 

દાવા હતા કંઇ કેટલા જાનો જિગર અર્પણ તણા

કોઇ પણ મોતી સમય ની ધારપર વિંધાયુ નહી.

 

જલ્સા બધા ફાકા મસ્તીના સતત ચાલુ રહ્યા

દર્પણ વફા. આ ભાગ્યનું તો સહેજ તરડાયું નહીં.

 

_ મોહમ્મદઅલી વફા

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | April 1, 2008

રણકારના વફા_મોહમ્મદઅલી વફા

moti.jpg 

રણકારના વફા

જોને ગયાં પાનાં ફરી ઈકરારનાં વફા.
બીજી તરફ છે પાંદડા ઇનકારનાં વફા.

પાળી તમે કરશોય શું એવા પરીંદ ને,
ના હોય જેમાં પીંછ કોઈ પ્યારના વફા.

બોદા બધા યે ખંજરો ને,તીર થઇ જ્શે,
મળ્યાં અમોને બાવડાં રણકારના વફા.

પીળી હથેળી સૂર્યની પણ કયાં સુધી બળે,
ફરશે પછી સર્પો બધા અંધકારના વફા.

તારે અહીં મોતી બની વિંધાવવુ પડશે
છે આ ફટકિયા દોસતો પળવારનાં વફા.

આંખો અહીં ભીજાવવાની કોઇ પણ નથી,
આતો બધાં છે ઝાંઝવા વ્યહવારનાં વફા.

તું પણ ‘વફા’આ વાહ થી ના ખેલતો કદી
એતો રમકડાં છે બધાં લાચારના વફા

                               _મોહમ્મદઅલી વફા

પરીંદ=પક્ષી

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 31, 2008

આ ખુમારીનું ચમન _ _મોહમ્મદઅલી વફા

teer.jpg 

આ ખુમારીનું ચમન

ઝાડનું કોઇ પણ ના દર્દ તને નડ્યું.
એક પત્થર લાગતાં તું ખરી પડ્યું.

દિલ ઉપર લાગી રહેલાં તીરને પૂછો,
ખૂનનું ટીપું કદી ના આંખથી વહ્યું.

લાગણી ચુંથાઇ ગઇ લીર લીરા થઇ,
આ ખુમારીનું ચમન શાનથી રહ્યું.

હાથ ખાલી લઇને આવ્યો તુ કયાં દોસ્ત,
આ ગળાને તો સદા તુજ કરે ધર્યુ .

સહુ તમાશાબીનનાં હાથમાં પથ્થર ,
કૈસનું માથું જુઓ શાનથી રહ્યું.

ગટ ગટાવી હું જઇશ ના રોકશો મુજને,
એ કટોળે વિષ તમે હાથથી ભર્યું.

તું વફા પોતે મિસાલો વફાની દે,
તે પછી માની જશે લોક તુજ કહ્યું.

_મોહમ્મદઅલી વફા

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 31, 2008

અંતિમ રાત્રિ_ અમજદ ઈસ્લામ(ઉર્દૂ કવિ)

aekant.jpg 

અંતિમ રાત્રિ_ અમજદ ઈસ્લામ(ઉર્દૂ કવિ)

કોઇ પણ પગરવ નું નિશાન નથી,
તેજ દર્દ, પ્રતીક્ષા,રાત્રિનો અંતિમ સમય
 હવા ગલીઓમાંથી
શર્મીલી થઇને પસાર થઇ ગઇ
કે આજે પણ તે કોઇ સુગંધ લાવી ન શકી
તારલાઓ આકાશના આંગણે
વિખરાય રહ્યા છે,
હૃદયમાં એકાંત ઉતરી રહ્યું છે,
એક વર્તુળ ખેંચાઇ રહ્યું છે
અને વર્તુળમા અંધકાર
કોઇ દિશા પ્રતિ માર્ગ નથી જતો
 કોણ ધરાને વદે કે
મારી સાથે વાત તો કર
શિરાઓને આ એકાંત
વિચ્છેદ ન કરી નાંખે

(આઝાદ ઉર્દૂ નઝમ અનુ.વફા)

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 29, 2008

ચમનનો રંગ બદલાયો._ મોહમ્મદઅલી વફા

pooshpguchhchha.jpg 

ગગનનો રંગ બદલાયો

કળીનો રંગ બદલાતાં ચમનનો રંગ બદલાયો.
ગુલોથી ફોરમો ઉઠતાં સુમનનો રંગ બદલાયો.

અહીં ખીલી ઉઠી આજે કળી ઉમ્મીદની તર થઇ,
વદનનો રંગ બદલાયો,નયનનો, રંગ બદલાયો.

અને એથીજ છે પુલકિત સહેરાઓ તણા ફૂલો,
દુઆ એનીજથી તો કો જિવનનો રંગ બદલાયો.

જુઓ ચેહકી ઉઠી આ બુલબુલો ઉર્મિ તણી આજે,
મળેછે નવજિવન આજે વસંતનો રંગ બદલાયો.

બની સંધ્યા ખરે રંગીં ભળી આનંદની સુરખી,
ઉષાનો રંગ ખીલી ઉઠ્યો ગગનનો રંગ બદલાયો.

મુબારક બાદની કલગી વફા આપે મહેફિલમાં,
ખુશીઓનો કળશ ઢળ્યો વદનનો રંગ બદલાયો.

વફાની એ દુઆછે કે સદા શાદાબ હો જિવન,
સહેરા પર કલમ ઝુકતાં કવનનો રંગ બદલાયો.

_ મોહમ્મદઅલી વફા

(તા.9-4-67નાં રોજ એક અંગત મિત્રની શાદી પર નિકાહ વિધી બાદ સભામાં બા આવાજે બુલંદ દાદના નારાઓ વચ્ચે ગવાયેલી રચના)

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 24, 2008

હો હલાહલ ઝેર તો પણ_મોહમ્મદઅલી વફા

vaadar.jpg 

હો હલાહલ ઝેર તો પણ

કોઇ પણ વાદા વગર કો ’દિ તો આવ તું.
શ્યામ ચાદર ભાગ્યથી થોડી હટાવ તુ.

જિંદગીના આંગણે ફૂ લો લગાવ તું
પ્રેમના આ બાગમાં ખૂશબુ બિછાવ તું.

એકતાની દેશમાં ધૂણી ધખાવ તું
હો હલાહલ ઝેર તો પણ ગટ ગટાવ તું

નફરત તણાં કંટકો ઉગશે આ રાહમાં
પ્યારથી એ રાહ પર ચાલી બતાવ તું.

છે જમાનો એહસાન ફરામોશ એ કબુલ
તો પણ છતાં એહસાંના ગુલ લૂંટાવ તું.

ફૂલ બદલે પથ્થરી સોગાદ પણ મળશે
પ્રેમનો સહુ આંખમાં સુરમો લગાવ તું .

આશ તું ના રાખતો બદલા તણી વફા
શ્યામ વાદળ પર ગુલાબી રંગ ચઢાવ તું.

_મોહમ્મદઅલી વફા

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 24, 2008

જરા ઠેસ લાગે અને એ ઘવાતું_ મોહમ્મદઅલી વફા

nishaa.jpg 

જરા ઠેસ લાગે અને એ ઘવાતું

ચમન છું મને બાગબાં ઓળખે છે.
વહેતી અહીંથી હવા ઓળખે છે,

દરદથી અમારો પરિચય પુરાનો
તબિબ ઓળખે ને દવા ઓળખે છે.

જરા ઠેસ લાગે અને એ ઘવાતું,
હૃદય વેદના એ કયાં ઓળખે છે.?

અને એ રડી લે ઝુકાવીને માથું,
નયનતો હૃદયની જબાં ઓળખે છે.

અમારી દુઆના સળગતા તિખારા,
સદાએ બુલંદ આસમાં ઓળખે છે.

પ્રથમ એ બળે છે નિશાના શહરમાં,
બળે સંગ પતંગા શમાં ઓળખે છે.

વફા ઓળખી તુય ખુદને ન શક્યો,
તને દોસ્ત દુશ્મન બધા ઓળખે છે.

_ મોહમ્મદઅલી વફા

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 18, 2008

આંખો ઉપર લખ્યું_મોહમ્મદઅલી વફા

talvar.jpg 

આંખો ઉપર લખ્યું

પલકો ઉપર લખ્યું અને પાંખો ઉપર લખ્યું.
સંદેશ જયાં છાનો હતો આંખો ઉપર લખ્યું.

કાગળ અને દીવાલ પર લખવું હતું મારે,
છોડી અમે સૂરજ કિરણ , રાતો ઉપર લખ્યું.

સૌંદર્ય તણા પેગામને ફેલાવવા માટે,
ટપકું તલો નું છીનવી, ગાલો ઉપર લખ્યું.

થોડો સમય રંગ રૂપની છોડો ઉડી જાશે,
ભરખી જશે આ પાનખર બાગો ઉપર લખ્યું.

તૂટી જવાની તું ય છે પીને લહૂનો મય,
એવું કવન તલવારની જાંઘો ઉપર લખ્યું.

ખુલ્લા રહીને તુજ સફર થાશે અહીં તારી,
છોડી હવે તું દે મમત હાથો ઉપર લખ્યું.

સચવાઇ અહીં જો તું રહે તો ઠીક છે વફા,
આખું ચમન ભડથું થશે તારો ઉપર લખ્યું.

_મોહમ્મદઅલી વફા

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 15, 2008

ખંડેરોના સાગરોથી_મોહમ્મદઅલી વફા

khandahar.jpg 

ખંડેરોના સાગરોથી

વાદળોની પાંખ પર આખો સમુંદર તરે.
ને હવા આ બાગની આખી ફસલ લઇને ફરે.

આવસંતી ગીતતો ઘૂવડ તણાં કાને નડે,
કોકિલા તો પાનખરના યૌવનો પર રડે.

ફૂલની તો ખેવના ઝાકળના હૈયે વસી,
રાતનો ખોબો ભરી એ પાંદડીએ ખરે..

કંટકોની માવજત આખર સુધી ત્યાં રહી,
ફૂલ તૂટ્યાં ડાળ તૂટી બાગનાં આંસુ સરે.

મીણબત્તી ને જલાવી હું’જ’પોતે બળું,
ને સમય મારી ઉમરનાં ગુમ પયાલાં ભરે,

ચાલ તારાં હોડકા એમાં વફા પધરાવ તું ,
ખંડેરોના સાગરોથી તું હવે શાનો ડરે?

_મોહમ્મદઅલી વફા

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 12, 2008

તબીબોના બધાનુસ્ખા _મોહમ્મદઅલી વફા

patanga.jpg 

તબીબોના બધાનુસ્ખા

બધી વાતો અહીં જન્નત તણી ઉધાર લાગે છે.
ફકીરોને હવે મીઠો બધો સંસાર લાગે છે.

હવાને એ વદેછે કે ઉડાવી એને લઇ જાએ,
ગુલોને રૂપનાં મદમાં સુગંધ નો ભાર લાગે છે.

મળ્યું છે દર્દ પણ એને રણે બેઠેલ મજનુથી,
તબીબોના બધાનુસ્ખા હવે બેકાર લાગે છે.

હતી એ વાત નાની પણ કહેનારો હતો લેખક,
પતંગાનો જુઓ કિસ્સો ઘણો દળદાર લાગે છે.

વફા સોંપી ગયા આવી મતા નાની કહીને એ,
જરા જોયું હ્રદયમાં તો હવે અંગાર લાગે છે.

_મોહમ્મદઅલી વફા

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 10, 2008

વ્યહવારની આંખો _મોહમ્મદઅલી વફા

aankho.jpg 

વ્યહવારની આંખો

 

કદી મળતી રહેછે આપણી વ્યહવારની આંખો.
હતી જે ભૂતમાં આપણાં કો’પ્યારની આંખો.

ભલા હું છું હવે જેવો , મને એવોજ રે’વાદો,
હવે સદશે મને કયાં કોઇ પણ શણગારની આંખો.

જમાનો આપતો’તો ને અમે પીતા ગયા એ વિષ,
સુરાઓથી ભરેલી જોઇને દિલદારની આંખો.

હવે આવ્યા બધા રસ્તા, પરસ્પર લેણ દેણીના,
ફકત નિરખે હવે લોકો છનક કલદારની આંખો.

મને તલવાર નફરતની ‘વફા’ કાપી નથી શકતી,
બનીને તીર ભોંકાઈ રહી છે યારની આંખો.

_મોહમ્મદઅલી વફા

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 5, 2008

અમે ભરતા નથી કો જામ___ મોહમ્મદઅલી વફા

vijaree.jpg 

કરી લીધી કદી કો વાત તો એ પણ નજર વાંચી.
અમે ભરતા નથી કો જામ, તૃષાને વગર વાંચી.

કડાકા ને ભડાકાઓ થયા આકાશનાં મોભે,
બને ભેગા થયાં બે સોણલાં જલતી કદર વાંચી.

ઉઠાવી લઇ જશે એ રાતની શ્યામલ નિરાશાઓ,
જરા આ પ્રાત: ના માથા ઉપર ઉગતી સહર વાંચી.

અમારી વાત પહોંચી ગઇ ખબર એની અમોને છે,
તમારા હોઠ સીવાઈ ગયા’તા એ ખબર વાંચી.

‘વફા’ શબ્દો તણા પૂષ્પો તમે ના વેડફો નાહક,
કરો જો કોઇ પણ વાતો કરો એના અધર વાંચી.

                                               _ મોહમ્મદઅલી વફા

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 4, 2008

મુકદ્દરથી વધું__મોહંમ્મદઅલી વફા

mukaddarthivadhun.jpg
Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 1, 2008

અમારા રકતથી નહાતું નગર_ મોહંમદઅલી’વફા

અમારા રકતથી નહાતું નગર મળે નમળે.

rotibharatmata.jpg

અમારા રકતથી નહાતું નગર મળે નમળે.
ચીરાયેલાં ગરીબોના જિગર મળેન મળે.

નિહાળીલો દશા ઉર્દુના પહેલા શાયરની
પછી ભાંગેલ તે ‘વલી’ ની કબર મળે ન મળે.

જઈ જોઈ જરા લો એહસાન જાફરી નું મકાં
પછી કો શાયરનો આવો હસર મળે ન મળે.

હવે કાંકળિયે ફવ્વારા ખૂન ના રોપો
બને વણજાર ની કોઈ નજર મળે ન મળે.

જલાવો સાબરમતીને કયાંક રોકીને
પછી એ રામના નામની અસર મળે નળે.

ભરી લીધું વતનની રેતથી તમે માથું
પછી ‘આદિલ’કદી એની ખબર મળે નમળે.

‘વફા’વતન ની મહોબ્બત હિસ્સો ઈમાન તણો
ફરી પાછી અમોને રંગીન કદર મળે નમળે.

_’

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | February 29, 2008

ભડકે બળેછે રોમ_મોહમ્મદઅલી વફા

ભડકે બળેછે રોમ_મોહમ્મદઅલી વફા

bhadkebare.jpg

ભડકે બળેછે રોમ ને જોયા કરે,
નીરો સમયની વાંસળી ખોયા કરે.

ડાઘો હશે, કંઇ કેટલા પત્તી ઉપર,
ઝાકળ બિચારાં ફૂલને ધોયા કરે.

ના લુંછતું આંખો જુઓ સાગર તણી,
વાદળ બની વર્ષો થયાં રોયા કરે.

ક્યાં ફૂલ શોધો છો હ્રદયનાં બાગમાં,
માળી વતનનાં કંટકો બોયા કરે.

મોતી બધાં તો મરજીવો શોધે વફા,
સાગર તટે સૌ છીપને જોયા કરે

(29ફેબ્રુ.200 8)

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | February 28, 2008

ભીંજાઇને આવો_મોહમ્મદઅલીવફા

aavobb.jpg 
ભીંજાઇને આવો

aavoaa.jpg

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | February 23, 2008

હો અલવિદા _મોહમ્મદઅલી’વફા’

અલવિદા_ મર્હુમ રૂસ્વા મઝલૂમીને દર્દાંજલિ

mazar.jpg

સિરહાને ‘મીર’કે આહિસ્તા બોલો.
અભી સો ગયા હૈ તૂક રોતે રોતે

 

જેના ઉપર દ્રષ્ટિ હતી એ પણ સુમન ચાલ્યું ગયું,
ફૂલો કળી થઇ છે ઉદાસ આખું ચમન ચાલ્યું ગયું,

ગુર્જર ગિરાના સર ઉપરથી કો’ ગગન ચાલ્યું ગયું.
પાજોદની ગરવી ધરાનું એ રતન ચાલ્યું ગયું.

ને લાગશે એના વિના મહેફિલ બધી સૂની હવે
એ શું ગયું હરદિલ અજીઝ હસતું વદન ચાલ્યું ગયું.

હસતો હતો ચહેરો સદા ને ખુશ મિજાઝીની નઝર,
 ને સફળતાથી થઇ જિવનની એક કપરી સફર,

ને તે જિવન પરલોકનું સુખમય વિતે જન્નત મહીં
છે સૌ રફીકોની દુઆ આપે ખુદા સારો અજર.

તરાવિના ભરશે હવે ઝૂલ્ફે ગઝલમાં ફૂલ કોણ?
આથી વધું હું શું વદું વત્સલ નયન ચાલ્યું ગયું.

ગમગીન દિલ, આ આંખ પણ જો તરબતર થઈ જાય છે,
જોને વફા આ જાય કોણ ?,કોની અનંત વિદાય છે,

રૂસ્વા તમોને અલ્વિદા કહેતાં જુઓ હૈયું રડે,
આંખો મહીં પણ વેદનાનાં સાગરો છલકાય છે.

આ હાથમાં અમ પણ બચી છે કેટલી જિવન લકીર,
શાહે સુખન ને આજ લઇ ધોળું કફન ચાલ્યું ગયું
.

હો અલવિદા હે કોમના એક હિત ચિંતક અલ વિદા,
હો અલવિદા,હે સુખનવર ઉર્દૂ ગુર્જર અલવિદા.

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | February 22, 2008

ભીનાશ છે_મોહમ્મદઅલી’વફા’

ભીનાશ છે

akash.jpg

નીચે ધરા માથા ઉપર અધ્ધર ઉભું આકાશ છે.
રસ્તા ઉપર ઘર માંડવાની આ શહરમાં આશ છે.

આવી હવે લૂંટી જવાનું કોણ અમને છે અહીં,
છે હાથમાં રોટી સૂકી ને વાડકામાં છાશ છે.

હા એ હતો માણસ કદી ફૂગી ગયેલા ગામનો.
ભૂખે મઢેલા માર્ગ પર એની સડેલી લાશ છે.

વહેતા સમયના કાફલા પર ડાઘ લોહીના હતા
કોને હવે જોવા કદી એ વેદના નવરાશ છે.

ખુલ્લી નહીં તો થઇ જતે સૂરજ તણી અવહેલના,
આ રાતની દીવાલની થોડી ઘણી આડાશ છે.

ખીણો બધી દિલના દરદ ની સ્નેહથી છલકી જતે,
આ લાગણીનાં આયનામાં થોડી હજી કાળાશ છે.

ડૂબી વફા એ જાય કે તર્યા કરે પાણી ઉપર,
તકદીરમાં પાષાણની તો એક બસ ભીનાશ છે.

Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | February 12, 2008

નાદાન મન_મોહમ્મદઅલી’વફા’

nadamunb.jpg 

નાદાન મન_મોહમ્મદઅલી’વફા’

 

કોઇને ઝંખ્યા કરે નાદાન મન.
આગમાં બળ્યા કરે નાદાન મન.

કોકિલાના કંઠમાં જઇ એ રડે,
દિલ મહીં ડંખ્યા કરે નાદાન મન.

જે નથી મળ્યું એનો શોક શો,
કેમ આ ઝૂર્યા કરે નાદાન મન.

હું સપાટી પર રહું છું બે ખબર,
યાદમાં તર્યા કરે નાદાન મન.

કોઇ સમજાવો હઠીલાને હવે,
 કેમ આ તડપ્યા કરે નાદાન મન.

વેદનાનાં ભારથી એ દૂઝતું,
આંખથી ઝર્યા કરે નાદાન મન.

મન તણી આ વાતનો પણ તાગ કયાં
બસ ‘ વફા’ ભમ્યા કરે નાદાન મન.

(6 એપ્રીલ 1966)

« Newer Posts - Older Posts »

Categories