Posted by: Bagewafa | November 14, 2011
ગઝલ:ભટકે ચહેરા—મુહમ્મદઅલી વફા
તુ જો બદલે તો જમાના બદલ જાએ
ચહેરા બદલનેસે ફકત કુછ નહીં હોતા
ભટકે ચેહરા—મુહમ્મદઅલી વફા
કીડી થૈને ચટકે ચહેરા
ખુદને પણ આ ખટકે ચહેરા
નિજનાં રૂપો ઓળખવાને
દર્પણ દર્પણ ભટકે ચહેરા
ઊદાસીઓની ખીંટી ઊપર
પીળા પીળા લટકે ચહેરા
એ કોઈ અનજાન નથી ભૈ
નિજના થઈને બટકે ચહેરા
બોલે મીઠા બોલ કોઈ તો
ઝરમર ઝરમર મળકે ચહેરા
અંધારાનાં રણમાં પ્હોંચી
ખુદની ઓળખ ઝટકે ચહેરા
એમ મળેછે રોજ બધાને
ક્યાં કોઈને પ્રિચ્છે ચહેરા
પ્રેમ મદિરા જ્યાં પણ મળતી
નિજના રૂપો બદલે ચહેરા
નગર નગરની ભીડો વચ્ચે
ઓળખ બદલી પિગળે ચહેરા
એનાં રૂપો એક કદીના
મ્હોરું લઈને રઝળે ચહેરા
ક્યાંક વફાની ખુશ્બૂ સુંઘી
પોરો ખાવા અટકે ચહેરા
ચહેરા=ચે’રા
0.000000
0.000000
Like this:
One blogger likes this post.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, શાયરી, શેર, Gazhal, Gazhal_wafa, poem | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati kavita, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
વાહ મહમદ અલી ભાઈ સરસ ગઝલ છે…
ક્યાંક વફાની ખુશ્બૂ સુંઘી
પોરો ખાવા અટકે ચહેરા..
સરસ
સપના
By: sapana on November 15, 2011
at 7:11 pm
મઝાની ગઝલ
આ શેર વધુ ગમ્યા
અંધારાનાં રણમાં પ્હોંચી
ખુદની ઓળખ ઝટકે ચહેરા
એનાં રૂપો એક કદીના
મ્હોરું લઈને રઝળે ચહેરા
યાદ
કોઈ ચહેરો અમારી નજરથી બચી શકતો નથી,
અસલ નકલનો ફૅંસલો દિન એકમા થતો નથી
જાણીને અણજાણ છુ તારા ચહેરાની રેખાઓથી
છૂપાવ્યું જે રાઝ મારાથી, તે ગહન હોતું નથી !
By: pragnaju on November 14, 2011
at 10:08 pm