<
હું વફા પીતો રહ્યો—મુહમ્મદઅલી વફા
શબ્દની વણઝારમાં હું વફા પીતો રહ્યો,
અર્થની તકરારમાં હું વફા પીતો રહ્યો.
ને કદી પી વાય ગૈ કો છલકતી આંખોથી,
ને કદી અણસારમાં હું વફા પીતો રહ્યો.
રણ મહીં પીધી કદી તો કદી વગડાઓ મહિ,
ઝાંઝવાના પ્યારમાં હું વફા પીતો રહ્યો.
રૂપના મેળા મહીં છક થઈ પીધી પ્રિયે,
ને ખુદાઈ ધારમાં હું વફા પીતો રહ્યો.
ના કદી તોડી અમે તોબતુલ એ આજ્ઞાઓ,
એક્નાં મઝધારમાં હું વફા પીતો રહ્યો.
સાથમાં રહ્યો સદા તૌહીદનો ઝંડો પ્રિયે,
એકના દરબારમાં હું વફા પીતો રહ્યો.
તૌહીદ=એકેશ્વર વાદ
તોબતુલ=તોબા(માફી) તણી
શુક્રિયાહ
By: Bagewafa on September 4, 2011
at 7:01 pm
સાથમાં રહ્યો સદા તૌહીદનો ઝંડો પ્રિયે,
એકના દરબારમાં હું વફા પીતો રહ્યો. વાહ ક્યા બાત હૈ વફાસહીબ બહોત ખૂબ…
By: sapana on September 4, 2011
at 5:59 pm