Posted by: Bagewafa | December 27, 2010

ગઝલ:બન્ને તરફ—મુહમ્મદઅલી વફા

આ તો સમય નું ઉંટ છે એને  વિસામો કયાં મળે,

ઓ મુસાફર રણનો બધો વિસ્તાર ના લઇને ફરો.

 

<બન્ને તરફ—મુહમ્મદઅલી વફા

 

શબ્દ ફેરા ખાય છે બન્ને તરફ,

મૌન પણ સચવાય છે બન્ને તરફ.

 

એમનું ખૂલતું નથી મોઢું હજી,

અર્થ પણ અટવાય છે બન્ને તરફ.

 

કો ગુલાબી  ખ્વાબ ત્યાં આવી ગયો,

તીર અહિ ખૂંપાય છે બન્ને તરફ.

 

કૈક તો કે’વું હતું ,પણ શું કહે?

જીભ આ થરડાય છે બન્ને તરફ.

 

હો ભલે ને શાંત આ ચ્હેરા રહે

આગ તો ભડકાય છે બન્ને તરફ.

 

તું વફા મોઢું હવે ના ખોલતો,

હોઠ બસ કંપાય છે બન્ને તરફ.


Responses

  1. [...] ગઝ લ:બન્ને તરફ—મુહમ્મદઅલી વફા [...]

  2. હો ભલે ને શાંત આ ચ્હેરા રહે
    આગ તો ભડકાય છે બન્ને તરફ.

    સુંદર ગઝલ..
    સપના


Categories

Follow

Get every new post delivered to your Inbox.