Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | November 23, 2009
ગઝલ:તમે છોડી કદી કોઈ સીતાને—મુહમ્મદઅલી વફા

તમે છોડી કદી કોઈ સીતાને—મુહમ્મદઅલી વફા
ચુભેલા કંટકોના કેટલાયે ધામ બાકી છે
હજી તો ડાયરીમાં ગુપ્ત કંઈ નામ બાકી છે
અમારા ભાગની પણ અમે વ્હેંચી દઈ બેઠા
હજી સાકી સુરાલયમાં અમારા જામ બાકી છે
તમે છોડી કદી કોઈ સીતા,મરિયમ અને જેકી
ભલે અર્જુન લૂટાંયાં છતાં યે રામ બાકી છે.
ભરેલા બાગથી ચૂંટી અમારી જાત ને ચૂંથી
છતાંયે ખૂશબૂના રૂપે અમારા દામ બાકી છે
ફના ફિલ્લા મુબારક હો તને એ કૈસ મહોબ્બતમાં
અમારેતો વફા દુનિયા મહીં કૈં કામ બાકી છે
0.000000
0.000000
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Muhammedali Wafa