Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | September 15, 2009
ગઝલ*એક વત્તા એક—મુહમ્મદઅલી વફા

એક વત્તા એક—મુહમ્મદઅલી વફા
એક વત્તા એક ની બસ વાત છે
તે છતાં એમાં ય ચંચુપાત છે
હું કરું અંધાર સૂરજ વેતરી
દીપ થી તું રોશની ની વાટ છે
એક તણખો આંખથી ઝળકી ગયો
તે પછી તો રાત કાળી રાત છે
પાલખી આ ઉંચકી ચાલે બધા
જિંદગીના દર્દની બારાત છે
ને વફા કૈં પણ ઉમેરાયું નહીં
બાદબાકી આ સમયની માત છે
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
Nice Gazal Wafa,
ને વફા કૈં પણ ઉમેરાયું નહીં
બાદબાકી આ સમયની માત છે
By: Dilip Gajjar on September 15, 2009
at 3:51 am
Fine
By: Mukund Desai 'MADAD' on September 15, 2009
at 5:33 am
sundar gazal
By: hanif on September 16, 2009
at 2:14 am
PLASE SIR YOU SEND ME A NEW GUJARATI GAZAL
By: BHARAT DUDHAGAR on September 20, 2009
at 12:31 am