Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | August 26, 2009

ગઝલ*અદા સાચવીલો—મુહમ્મદઅલી વફા

અદા સાચવીલો—મુહમ્મદઅલી વફા

 

 

 

હવે અર્થના ઝુંપડા સાચવી લો,

અને શબ્દના ચોસલા સાચવી લો.,

 

 

સહજતા અહેસાસમાં ક્યાં રહી છે?

હવે પ્રેમના રમકડા સાચવી લો.

 

ઇશારે કિનાયે થતી આપલે સૌ,

બધા આંસુઓના ઘડા સાચવી લો.

 

બધું મૌનનાં આયનામાં ભરેલું,

પ્રતિબિંબની ઢળતી અદા સાચવીલો

 

નિરખવા વિચિત્ર નઝારા ય મળશે,

જરા આ નયનમાં  વફા સાચવી લો..


Responses

  1. સુંદર રચના…


Leave a response

Your response:

Categories