Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | August 7, 2009

ગઝલ*આખો ભરીને દે—-મુહમ્મદઅલી વફા

આખો ભરીને દે—-મુહમ્મદઅલી વફા

 

આ ઝેરનો છે વાટકો પણ એ કહીને દે,

આ જામ તું સાકી મને આખો ભરીને દે.

 

મારુંજ એમા નામ હશે જોઈ જરા તું લે,

મૃગ જળ ભરેલા સાગરો થોડા હસીને દે.

 

ડૂબી અમે જાશું  અહીં  જો ડૂબવાનું હો,

બસ આંખમાં થોડી સુરા આજે ધરીને દે.

 

એ પણ મને મંજુર છે પીવા મળે મુજને,

તારી ઉપેક્ષાની ક્ષણો મુજને મઢીને દે.

 

રે’શે વફા આખર સુધી તારી પ્રતીક્ષાઓ,

તું પણ જરા થોડાં વચન આજે ઘડીને દે.


Responses

  1. ગઝલો વાંચીશ હું શરુથી અંત સુધી.
    શરત બસ ગઝલો આવી લખીને દે.


Leave a response

Your response:

Categories