Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | August 5, 2009
ગઝલ*અકારણ સાચવી —મુહમ્મદઅલી વફા

અકારણ સાચવી —મુહમ્મદઅલી વફા
જિંદગી આખી અકારણ સાચવી
છેવટે મળ્યું કશું ?રણ સાચવી
લાજ રાખી જીવ સટોસટ બસ અમે
ઊજડી ચમન અહિ ગયું પણ સાચવી
પા’ણ એ તૂટ્યો નહીં અંતરાયનો
તે છતાં મેં તો મથામણ સાચવી
એ હવે ના માંગશે બે બુંદ જળ
લાખ રાખો આપ મારણ સાચવી
વારતા આખી વફા સચવાય ના
બસ જરા રાખો આ તારણ સાચવી
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri