Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | July 15, 2009

દોરાયલી રેખા મહીં—મુહમ્મદઅલી વફા

 

દોરાયલી રેખા મહીં—મુહમ્મદઅલી વફા

 

તારીજ હદમાં  તું અહીં વિસ્તરી શકે

દોરાયલી  રેખા મહીં તું ફરી  શકે

 

તારી છબી  તું આયને જોઇલે પ્રથમ

ને તે પછી  તું અન્યને એ ધરી શકે

 

તોફાન જો આવે હવાનું   અહીં  બને

તો વૃક્ષનું કોઈ પણ પર્ણ ખરી શકે

 

વાતાવરણ  આ બાગનું હોયજો માફક

કળિયો તણી  અહિ પાંદડીઓ ખિલી શકે

 

એતો વરસવાનો મૂશળધાર થૈ વફા

તારા મહીં હો હામ તો સંઘળી શકે


Responses

  1. તારીજ હદમાં તું અહીં વિસ્તરી શકે

    દોરાયલી રેખા મહીં તું ફરી શકે

    Wah kya baat hai…Nice gazal
    hadthi vadhi jaish to tarat ja mati jaish…


Leave a response

Your response:

Categories