Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | July 8, 2009
ગઝલ*મ્હેકી નહીં શક્યા—મુહમ્મદઅલી વફા

મ્હેકી નહીં શક્યા—મુહમ્મદઅલી વફા
શિકાયત ને બધા શિકવા અહીં ધર્બી નહીં શક્યા
તમે ખીલી નહીં શક્યાં અમે મ્હેકી નહીં શક્યા
તફાવત એટલો કર્યો તમારા મૌનનાં ડંખે
તમેતો શાનથી જીવ્યા અમે જીવી નહીં શક્યા
હવે ક્યાં કોઈ પણ ઇચ્છા કુંવારીનું દરદ દિલમાં
તમારા ઝાંઝવામાં આ તરસ બોળી નહીં શક્યા
ખબર એની હતી કે એક નોબત આવશે એવી
હલાહલ આંખનું પણ આપનું ઢોળી નહીં શક્યા
પડેલો છે જરા તૂટીને સંબંધોનો અરીસો એ
તમે જોડી નહીં શક્યા અમે તોડીનહીં શક્યા
ઉઘાડા દ્વાર રાખીને અમે બેઠાં હતાં હરદમ
બધી એ શૂન્યની ગાંઠો તમે ખોલી નહીં શક્યા
હતો સાગર ભલા એતો અમે પોતેજ સર્જેલો
અમે બેઠા જઈ તળિયે તમે ડૂબી નહીં શક્યા
વફા વાતો ઘણી કહેવી હતી પણ જીભ ના ચાલી
નજર વાળી તમે લીધી અમે બોલી નહીં શક્યા
0.000000
0.000000
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiKavita, Muhammedali Wafa, Sher, Shero shayri
સરસ.
By: પંચમ શુક્લ on July 10, 2009
at 5:14 pm