Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | June 19, 2009

ગઝલ *હ્રદયની ડાળ કૈં લીલી હતી—મુહમ્મદઅલી વફા

હ્રદયની ડાળ કૈં લીલી હતી—મુહમ્મદઅલી વફા

 

કદી મિસરા, કદી શેરોની વાંકી પાંસળી કીધી

ગઝલ પૂરી નહીં થૈ ત્યાં , હઝલમાં આંગળી કીધી

 

બધે તૂટી પડેલા છંદના રસ્તા હતા વાંકા

અમોને તક મળી, લયની નદીને વાંઝણી કીધી

 

તમો છિદ્રો કરી ઝૂમી ગયા  હિંસક કળાઓથી

હૃદયની  ડાળ કૈં લીલી હતી, ને વાંસળી કીધી

 

 હતા અરમાન  કૈં ખિલવા તણા  બાગો મહી એને

નઠાળા ક્રૂર હાથોએ કળીની માંગણી કીધી

  

‘વફા’ કુરબાન છું હું તો  હવે એ જાદુના  રંગે

કદી તલવાર લીધી હાથમાં ને ટાંકણી કીધી


Responses

  1. બહુ સરસ વફા સાહેબ.

  2. અતિ ઉત્તમ!
    અભ્યાસુઓને માટે ઉત્તમ તક.

    ‘વફા’સાહેબને હવે અભિનંદનોની તંગી ક્યાં વર્તાય છે?
    ને તે છતાં યે અમારાથી ક્યાં આપ્યા વિના રહેવાય છે?

  3. very nice!!
    Sapana

  4. ‘વફા’ કુરબાન છું હું તો હવે એ જાદુના રંગે
    કદી તલવાર લીધી હાથમાં ને ટાંકણી કીધી
    સુંદર! વફા સાહેબ.

  5. કદી મિસરા, કદી શેરોની વાંકી પાંસળી કીધી
    ગઝલ પૂરી નહીં થૈ ત્યાં , હઝલમાં આંગળી કીધી
    very nice gazal wafa..

  6. Dear Mohammadbhai,

    tamari nicheni be lines are very original. It illustrates in my mind the situation where young girls are forced to marry much older men by their parents, Kalapi would have written like this! My congratulations,

    “હતા અરમાન કૈં ખિલવા તણા બાગો મહી એને
    નઠાળા ક્રૂર હાથોએ કળીની માંગણી કીધી’

    Dinesh O. Shah, Gainesville, Florida, USA

  7. નમસ્તે વફા સાહેબ,

    મારી મોકલાવેલ કૃતિ તમે વાંચી તે બદલ આભાર.
    જે સજેશન કર્યું છે તે સુધારવા જરૂર પ્રય્ત્ન કરીશ.
    આપની ગઝલો હંમેશાં વાંચુ છું.
    પણ નીચેના શેર મનમા ઘૂમ્યા કરશે.

    કદી મિસરા, કદી શેરોની વાંકી પાંસળી કીધી
    ગઝલ પૂરી નહીં થૈ ત્યાં , હઝલમાં આંગળી કીધી
    બધે તૂટી પડેલા છંદના રસ્તા હતા વાંકા
    અમોને તક મળી, લયની નદીને વાંઝણી કીધી
    તમો છિદ્રો કરી ઝૂમી ગયા હિંસક કળાઓથી
    હૃદયની ડાળ કૈં લીલી હતી, ને વાંસળી કીધી


Leave a response

Your response:

Categories