Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | June 6, 2009

ગઝલ*રણકી ગયા હૈયા મહીં-મુહમ્મદઅલી વફા

રણકી ગયા હૈયા મહીં-મુહમ્મદઅલી વફા

 

પડતા હથોડા  લાખ અહિ પથ્થર થયા પછી

પૂંજા થવા લાગી બધે   ઘડતર  થયા પછી

 

જાળાં તરે અર્થો તણા  બારાખડી મહીં

મોતી થયાં એ કાવ્યનાં અક્ષર થયા પછી

 

બેડી બનીને હાથની પહેલાં ચુભી ગયાં

રણકી ગયા હૈયા મહીં ઝાંઝર થયા પછી

 

 ચીસો બધાયે બાગમાં જઈ પાડવી પડી

મુજને મળી છે આ સજા બુલબુલ થયાપછી

 

 ખાલી હતો તો વાગતો તો ઢોલકું થઈ

સ્થિર થયો કેવો ઘડો  છલ છલ થયા પછી

 

 સમતોલ નજરોથી કદી પામી શક્યા નહીં

બુધ્ધિ મળી અમને જરા પાગલ થયા પછી

 

 દરિયા કિનારે  તો કદર કયાં થૈ શકી ‘વફા’

શોધી જઈ રણમાં  પછી મૃગજળ થયા પછી


Responses

  1. khub sundar shares !!

    ખાલી હતો તો વાગતો તો ઢોલકું થઈ
    સ્થિર થયો કેવો ઘડો છલ છલ થયા પછી

    સમતોલ નજરોથી કદી પામી શક્યા નહીં
    બુધ્ધિ મળી અમને જરા પાગલ થયા પછી

    Great poetic thoughts !!!

    Dinesh O. Shah, Gainesville, FL, USA

  2. ચીસો બધાયે બાગમાં જઈ પાડવી પડી
    મુજને મળી છે આ સજા બુલબુલ થયાપછી
    સમતોલ નજરોથી કદી પામી શક્યા નહીં
    બુધ્ધિ મળી અમને જરા પાગલ થયા પછી
    very nice meaningful lines.
    Sapana


Leave a response

Your response:

Categories