Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | June 5, 2009
ગઝલ*ચણાયા છે લોકો_મુહમ્મદઅલી વફા
ચણાયા છે લોકો._મુહમ્મદઅલી વફા
પાષાણ કૂખે ભરાયા છે લોકો.
નિજના અહમ્ માં હણાયા છે લોકો.
શોધી રહ્યો છું મળે આત્મ જન કો,
મુલ્કો પરાયા , પરાયા છે લોકો
ચાખે કદી ના ધરો જો કો અમ્રુત,
પીને હલાહલ ધરાયા છે લોકો
ન અશ્રુ નયન માં ન હૈયે મ્રુદુતા ,
ફકત હાડ માઁસે ચણાયા છે લોકો.
હૈયા તણા મીઠાં ઝરણાને છોડી,
વફા ઝાંઝવા માં તણાયા છે લોકો.
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri