Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | June 2, 2009
ગઝલ*દવા એ સાથ આપ્યો છે-મુહમ્મદઅલી વફા

દવા એ સાથ આપ્યો છે-મુહમ્મદઅલી વફા
કદી મળ્યો જરા મોકો બધા એ સાથ આપ્યો છે
જરા બળતું હતું દિલમાં હવા એ સાથ આપ્યો છે
અમે રખડી પડેલા જ્યાં કદી જંગલ અને વગડે
અમોને એ ભટકવામાં દિશા એ સાથ આપ્યો છે.
બિમારી તો હતી એવી વિના ઉપચાર પણ મટતે
જરા એને વિલંબ દેવા દવા એ સાથ આપ્યો છે
જરા આવી અને ચાલી ગઈ ખૂશ્બૂ વસંતોની
સતત આ કંટકો જોવા ખિઝાં એ સાથ આપ્યો છે
મળી અમને ‘વફા’ સિધ્ધી બધો યશ જાય મિત્રોને
બિછાવી કંટકો રસ્તે સદા એ સાથ આપ્યો છે
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri, Wafa