મુકદ્દર સાથ આપે તો—મુહમ્મદઅલી વફા
વણી લઉં હું બધા મોતી સમંદર સાથ આપે તો
.વહેંચી દઉં બધા મોતી કલંદર સાથ આપે તો
બધું એ પી ગયા છે તો હજી ક્યાં આમ રંજાડે?
સમાવી લઉં ગળે એ વિષ જો શંકર સાથ આપે તો
ગળું પોતેજ કાપી લઉં બધી ઈચ્છા અપેક્ષાનું
કલેજે ખંજરો ઘોંપું સિતમગર સાથ આપે તો
તમે જે માંગશો આવી ચરણમાં તમ ધરી દઈશું
ધરી દઈશું અમારું રકત ખંજર સાથ આપે તો
અમારું છે કદી ક્યાં ઓ ખુદા! તરું જ આ સર્વે
વફા સદકો, બધું જીવન મુકદ્દર સાથ આપે તો
અમારું છે કદી ક્યાં ઓ ખુદા! તરું જ આ સર્વે
વફા સદકો, બધું જીવન મુકદ્દર સાથ આપે તો
સાચું જ કહ્યું છે આપે વફા સાહેબ.
હદય માં હોય પણ હોઠે કદી આવી નથી શકતું.
ઉતારી દઉં હું કાગળ પર કલમ ગર સાથ આપે તો.
By: રઝિયા મિર્ઝા on May 28, 2009
at 5:56 am
Dear Mohammadbhai,
Congratulations for both these gazals. Your lines, choice of words are very smooth! It is evident that your words emerge from the depth of your heart! You have served Mother Gurjari very well !! Some day , I hope to meet you when I am travelling in your area. Please let me know your address and phone number! With best wishes,
Dinesh O. Shah
By: Dr. Dinesh O. Shah on May 28, 2009
at 8:32 am
અમારું છે કદી ક્યાં ઓ ખુદા! તરું જ આ સર્વે
વફા સદકો, બધું જીવન મુકદ્દર સાથ આપે તો..
kya baat hai!!!
sapana
By: sapana on May 28, 2009
at 9:47 am
બધું એ પી ગયા છે તો હજી ક્યાં આમ રંજાડે?
સમાવી લઉં ગળે એ વિષ જો શંકર સાથ આપે તો
Amazing thought Muhammedali bhai.
Khub Khub Abhar.
By: sajid on May 28, 2009
at 10:22 am
અમારું છે કદી ક્યાં ઓ ખુદા! તરું જ આ સર્વે
વફા સદકો, બધું જીવન મુકદ્દર સાથ આપે તો
થશે મારું બધું તારું, ઓ બંદા! જો તું ઇચ્છે તો
કેવળ રાખજે શ્રદ્ધા, જો અંતર સાથ આપે તો
By: Girish Desai on May 29, 2009
at 10:27 pm