
સંધ્યા ઢળે ને આપણે —મુહમ્મદઅલી વફા
સંધ્યા ઢળે ને આપણે મળતાં રહીશું દોસ્ત
પીળું થતાં આ પાંદડું ખરતા રહીશું દોસ્ત
મળશે કદી કો યાદ મીઠી સુની મંઝીલે
અશ્રુ બની આંખો થકી ઢળતા રહીશું દોસ્ત
મેળાવડો તો એ હશે બે ચાર દિનનો બસ
ને તે પછી સ્મરણ ખરલ ઘસતા રહીશું દોસ્ત
હા એ બને અંતર સંબંધોમાં વધી પણ જાયે
તો એક બીજાને જરા ખણતા રહીશું દોસ્ત
એ હૂંફ નો દીવો વફા શાયદ નહીં સળગે પછી
તોયે નવા કૈં આગિયા જણતા રહીશું દોસ્ત
**
જો મૌન ની દીવાલ આવી જાય વચ્ચે આપણી,
તો રાત આખી તારલા ગણતા રહીશું દોસ્ત
-રઝિયા મિર્ઝા
Visit The blog
http://razia786.wordpress.com/
મળશે કદી કો યાદ મીઠી સુની મંઝીલે
અશ્રુ બની આંખો થકી ઢળતા રહીશું દોસ્ત
ઘણીજ સરસ રચના….. મઝા આવી ગઈ…
આમજ લખતા રહો વફા સાહબ..
સિરાજ ઠાકોર
By: સિરાજ ઠાકોર્ on May 11, 2009
at 7:27 pm
ઘણીજ સરસ રચના.
By: hanif on May 12, 2009
at 1:03 am
સુંદર રચના સાથે…
જો મૌન ની દિવાર આવી જશે વચ્ચે આપણી,
તો રાત આખી તારલા ગણતા રહીશું દોસ્ત.
By: "रज़िया" on May 12, 2009
at 1:32 am
જનાબ મહમ્મદઅલી,
ક્યા ખૂબ કહી. તમારી ગઝલ બેશક સરસ છે પણ મને તમારી ગઝલની આ ચાર લીટીઓ થી એવો અહેસાસ થાય છે,જાણે એક દોસ્ત બીજાને આશ્વાસન આપતો હોય.આવી સરસ
રચનાઓ રજુ કરતા રહેશો નેા
શુક્રિયા,
પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”
By: dhufari on May 12, 2009
at 2:59 am
Very nice rachana.
pls visit my blog too.
Sapana
By: sapana on May 12, 2009
at 12:21 pm