Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | May 6, 2009

ગઝલ:અંગત કરી શક્યા.—મુહમ્મદઅલી વફા

અંગત કરી શક્યા—મુહમ્મદઅલી વફા

 

નફરત કરી શક્યા ન મોહબ્બત કરી શક્યા

હા રાખવા નાતો જરા સગવડ કરી શક્યા

 

ફંટાયેલા રહ્યા બધા   તે લાગણી પૂરો

ભીનો થવા  આ બાગ  ન મહેનત  કરી શક્યા

 

સચવાયેલું તોયે રહ્યું  આ આબરૂનું ગુલ

કંટક મહીં થી  મ્હેકને  અંગત કરી શક્યા.

  

આપી સદા દીધું અમે  આ ઝાંઝવા ને જળ

હાથે કરી  ઉદ્યાન ને ઉજ્જડ કરી શક્યા.

 

હિંમત નથી શત્રુ કદી આ આંખ માં  ઝાંખે

એ એમનો છે જર્ફ  વફા  નફરત કરી શક્યા.


Responses

  1. સચવાયેલું તોયે રહ્યું આ આબરૂનું ગુલ
    કંટક મહીં થી મ્હેકને અંગત કરી શક્યા.
    By Mohamedali Wafa

    Very nice thought and a very nice couplet as well-
    Siraj Patel “Paguthanvi”

  2. સચવાયેલું તોયે રહ્યું આ આબરૂનું ગુલ
    કંટક મહીં થી મ્હેકને અંગત કરી શક્યા.
    By Mohamedali Wafa

    Very nice thought & a very nice couplet as well-
    Siraj Patel “Paguthanvi

  3. sundar gazhal


Leave a response

Your response:

Categories