Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | April 24, 2009

ગઝલ:છબી દોરશો ના—મુહમ્મદઅલી વફા

 

છબી દોરશો ના—મુહમ્મદઅલી વફા

 

સબંધો કદી સાકી  થી તોડશો ના

મળીછે ગુલાબી સુરા ઢોળશો ના

 

 

બચેલું પહેરણ થશે ચીંથરાઓ

હવે કંટકોથી સબંધ  જોડશો ના

 

 

 

જશે એ જરી વારમાં પીગળી બસ

બરફના હ્રદયપર છબી દોરશો ના

 

 

ઉડી એ જવાનુ  કબૂતર બનીને

કદી ભેદ પિંજર બધે ખોલશો ના

 

 

વફાનો અહીં છે  એક ભેદ છાનો

લઈ સોય શંકા તણી ભોંકશો ના 


Responses

  1. ભાઈશ્રી ‘વફા’,

    “જશે એ જરી વારમાં પીગળી બસ
    બરફના હ્રદયપર છબી દોરશો ના”

    આ પંક્તિઓમાં આપની અનેરી કલ્પના સમાવિષ્ટ છે. ગઝલમાં આપણી ચાંચ ખાસ ડૂબે નહિ, પણ ‘બરફના હ્રદયપર છબી’ વાંચતાં જ હ્રદય પર કંઈક લખવાનો વિચાર કોતરાઈ ગયો અને એક ગુજરાતી કવિતાની પંક્તિની જેમ “લખાઈ મુજથી ગયું!”. ઘણા સમય પૂર્વે વાંચેલી અન્ય ભાષામાંથી અનુવાદિત એક વાર્તાની યાદ આવી ગઈ. નિમકમાંથી બનાવેલી એક શિલ્પકૃતિના દાણચોરને ત્યારે જ ખબર પડી કે જ્યારે વાહનના પાછલા ખુલ્લા ભાગે અણધાર્યા વરસાદથી તે પીગળી ગઈ હતી.

    ધન્યવાદ આ અને અગાઉની આપની ઉત્તમ રચનાઓ બદલ.

    દુઆગીર,
    વલીભાઈ મુસા

  2. jay Shri Krishna Vaafabhai,

    your this poem i’ll taken today for put in my blog on the occasion of world photography day & Pateti.

    It will be put with full assurance and your name.I hope you have no objection.still if u have any objection please let me know i’ll remove it as soon as possible.
    thanking you hope for your suport.

    Dr.Hitesh Chauhan ‘vishvas’
    drmanwish.wordpress.com


Leave a response

Your response:

Categories